ડુંગળીના ભાવ 50 રૂપિયાને પાર, ભાવ ઘટાડવા માટે સરકારે તૈયાર કર્યો આ પ્લાન
છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન ખાનગી વેપારીઓએ 11,400 ટન ડુંગળીની આયાત કરી છે, જ્યારે સરકારી એજન્સી એમએમટીસી 2,000 ટનની આયાત માટે ટૂંક સમયમાં ટેન્ડર જારી કરશે. ડુંગળીની નિકાસને હતોત્સાહિત કરવા માટે પાસવાને વાણિજ્ય મંત્રાલયને ડિસેમ્બર, 2015માં દૂર કરાયેલી મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (એમઈપી) લાદવા પણ સૂચન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓગસ્ટ મહિનાથી જ ડુંગળીના ભાવ પર દબાણ જોવાઈ રહ્યું છે, પરંતુ હવે તે ઊંચા સ્તરે પહોંચતા સરકાર તેના પુરવઠામાં વધારો કરવા તથા કિંમતોને નિયંત્રણમાં રાખવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
અમે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ)ને 10,000 ટન તથા સ્મોલ ફાર્મર્સ એગ્રિકલ્ચર બિઝનેસ કોન્સોર્ટિયમ(એસએફએસી)ને ખેડૂતો પાસેથી પ્રત્યક્ષ ધોરણે 2,000 ટન ડુંગળી ખરીદી સીધાં બજારમાં વેચાણ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત એમએમટીસીને 2,000 ટનની આયાત કરવા પણ જણાવ્યું છે.
આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે ડુંગળીની નિકાસને ઘટાડવા માટે તેની પર ટન દીઠ 700 ડોલરની એક્સપોર્ટ ફ્લોર પ્રાઈસ ફરીથી લાદવા વાણિજ્ય મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરી છે. પુરવઠાની તંગીને કારણે દેશના મોટાભાગના છૂટક બજારોમાં ડુંગળીના ભાવ કિલો દીઠ રૂ.50-65ને સ્પર્શ્યા છે.
નવી દિલ્હીઃ ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને બુધવારે કહ્યું કે બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને કિંમત પર અંકુશ રાખવા માટે સરકાર હસ્તકની એમએમટીસી 2000 ટન ડુંગળીની આયાત કરશે, જ્યારે નાફેડ અને એસએફએસી સ્થાનીક સ્તર પર 12,000 ટન ડુંગળીની ખરીદી કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -