આ કંપની Jioને આપશે જોરદાર ટક્કર, માત્ર 20 રૂપિયામાં આપશે 1GB ડેટા
વાઈફાઈ ડબ્બા એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે. જે ફાઇબર ઓપ્ટિક્સની મદદથી ઇન્ટરનેટ પ્રોવાઇડ કરે છે. કંપની પોતાના રાઉટર્સને રસ્તા પર, દુકાનોમાં લગાવી શકે છે. જેથી 100-200 મીટરના રેડિયસમાં 50Mbpsની સ્પીડે ઇન્ટરનેટ આપી શકાય છે. કંપનીએ હાલ બેંગાલુરુમાં 350 જેટલા રાઉટર્સ લગાવ્યા છે અને તેમનો દાવો છે કે 1800 જેટલી કનેક્શન રિક્વેસ્ટ વેઇટિંગમાં છે. આ માટે વાઇફાઈ ડબ્બાએ સ્થાનિક કેબલ ઓપરેટર સાથે પાર્ટનરશિપ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગાલુરુની એક સ્ટાર્ટઅપ કે જેનું નામ જ વાઈફાઈ ડબ્બા છે. તેમનું કહેવું છે કે ભારતમાં જિયો ભલે લોંચ થયું હોય પરંતુ હજુ ડેટા મોંઘો છે. આ ડેટા પ્રાઇસને હજુ પણ સસ્તી કરી શકાય છે. જેને લઇને કંપની કેટલાક પ્લાન લાવી છે.
વાઇફાઇ ડબ્બાનું ડેટા પેક લોકલ ચાની કિટલી અથવા બેકરી પર પણ ઉપલબ્ધ રહેશે. હાલ આ પ્રોજેક્ટની શરુઆત ફક્ત બેંગાલુરુ પુરતી જ કરવામાં આવી છે. મોબાઇલના ટોપઅપ કપૂનની જેમ વાઈફાઈ ડબ્બાના કૂપન પણ મળશે. જેમાં લખેલ કોડને કંપનીને વેબસાઇટ પર જઈને ફીલ કરવો પડશે અને લોગ ઇન આઇડી અને પાસવર્ડ નાખતા તમારુ કનેક્શન ઓન થઈ જશે.
આ સ્ટાર્ટઅપના ડેટા પ્લાનની પ્રાથમિક કિંમત માત્ર બે રુપિયા છે. ₹.2માં 100MB જેટલો ડેટા મળે છે. આ ઉપરાંત 10 રુપિયામાં 500MB, 20 રુપિયામાં 1GB ડેટા મળે છે. ત્રણે પેક્સની વેલેડિટી 24 કલાક જ છે. જો જિયોની વાત કરીએ તો કંપની હાલ રુપિયા 19માં અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે 0.15GB ડેટા આપે છે જેની વેલિડિટી 24 કલાક છે.
નવી દિલ્હીઃ સસ્તા ડેટાના આ સમયમાં માત્ર ટેલિકોમ કંપનીઓની વચ્ચે જ પ્રતિસ્પર્ધા નથી ચાલી રહી પરંતુ અન્ય કંપનીઓ પર યૂઝર્સને ખૂબ જ સસ્તી કિંમત પર ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવી રહી છે. બેંગલુરુની એક કંપની શાનદાર ઓફર્સની સાથે બજારમાં આવી છે. આ કંપનીનું નામ છે Wifi Dabba. જે માત્ર 20 રૂપિયામાં 1GB ડેટા આપશે. આ કંપની વિતેલા 13 મહિનાથી બેંગલુરુમાં પોતાની સેવા આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -