જો તમારી પાસે આ કંપનીનો મોબાઈલ નંબર હોય તો આજે જ કરાવો પોર્ટ, જાન્યુઆરીથી કંપની બંધ કરશે સેવા
સૌથી પહેલા તમારે AIRCELનો નંબર પોર્ટ આઉટ કરવા માટે જાણકારી આપવી પડશે. આ માટે તમારે PORT લખીને 1900 પર મેસેજ કરવો પડશે. આ મેસેજના જવાબમાં તમને 1901 નંબર પરથી એક યુનિક પોર્ટિંગ કોડ મળશે. જેની સમયમર્યાદા 15 દિવસની હશે. હવે તમારે એ કંપની સેન્ટર પર જવું પડશે જેમાં તમારે નંબર પોર્ટ કરવાનો છે. અહીં કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરવાં દરમિયાન પોર્ટિંગ કોડ નાખવો પડશે. આ સાથે જરૂરી કાગળ (આઇડી પ્રુફ, એડ્રેસ પ્રુફ અને એક પાસપોર્ટ ફોટો) જમા કરાવો. આના જવાબમાં તમને નવી કંપની તરફથી સીમ કાર્ડ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાઇએ યુઝર્સને 10 માર્ચ 2018 સુધી નંબર પોર્ટ કરવા માટેનો સમય આપ્યો છે. જે 90 દિવસ પહેલા જ એરસેલ સાથે જોડાયાં છે. આવું એ માટે કરવામાં આવ્યું છે કે 90 દિવસ પહેલા કોઇ નંબરને પોર્ટ નથી કરાવી શકતો. નવો નંબર લીધા પછી તેને ઓછામાં ઓછું 90 દિવસ સુધી વપરાશ કરવો પડે છે. આગળ વાંચો કેવી રીતે પોર્ટ કરાવશો તમારો નંબર.
કંપનીએ ટ્રાઇના નિર્દેશ પછી આ નિર્ણય કર્યો છે. ટ્રાઇએ નક્કી કરેલી સમયમર્યાદામાં યુઝર્સને પોતાનો નંબર પોર્ટ કરાવવા માટે કહ્યું છે. આ સાથે જ ટ્રાઇએ કંપનીને આદેશ આપ્યો છે કે પોતાના યુઝર્સને નંબર પોર્ટ કરવામાં મદદ કરે.
નવી દિલ્હીઃ જિઓ આવ્યા બાદ મોબાઈલ નેટવર્ક કંપનીઓમાં સસ્તી સેવા આપવાની હરીફાઈ લાગી છે. તેના કારણે રિલાયન્સ કોમ્યૂનિકેસને પોતાની મોબાઈલ સેવા જ બંધ કરી દીધી છે. હવે રિલાયન્સ બાદ એરસેલે પણ ઉત્તર પ્રદેશ (વેસ્ટ), મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પોતાની સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 30 જાન્યુઆરી 2018 બાદ એરસેલ આ રાજ્યમાં પોતાની સેવાઓ બંધ કરી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -