એરટેલે 199 રૂપિયાના પ્લાનમાં કર્યો ફેરફાર, હવે કેટલા GB ડેટા મળશે, જાણો વિગત
નવી દિલ્હી: એરટેલ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે 199 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં સુધારો કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.4 GB ડેટા મળતો હતો જેને વધારીને હવે 1.5GB ડેટા કરી દેવામાં આવ્યો છે. એટલેકે મહિનામાં તમને 2.8GBનો એડિશનલ ડેટા એજ કિંમતમાં મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીઓ હવે નવા પ્લાનને બદલે પોતાના જૂના પ્લાનમાં સુધારો કરી રહ્યા છે. BSNLએ પોતાના જૂના પ્લાન 399ને પણ અપડેટ કર્યો છે. વધારે પ્લાન આપવાની જાહેરાત કરી છે. 399ના જૂના પેકમાં કંપની રોજના 1GB 3G ડેટા આપતી હતી, હવે 3.21GB ડેટા ગ્રાહકોને મળશે.
રિલાયન્સ જિયો દ્વારા આ કિંમત પર આપવામાં આવેલ ડેટા એરટેલ કરતા વધારે છે. જિયોની વાત કરીએતો તમને 198 રૂપિયામાં રોજનો 2GB 4G ડેટા મળે છે. આ પ્લાનમાં આપવામાં આવેલ બીજા ફાયદાની વાત કરીએતો અહી અનલિમિટેડ લોકલ નેશનલ વોઈસ કોલ આપવામાં આવેલ છે. દરરોજના 100 SMS અને તેની વેલિડીટી 28 દિવસની છે. ટોટલ ડેટાની વાત કરીએતો જિયોમાં તમને 56GB ડેટા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -