પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ થયો વધારો, જાણો આજનો ભાવ
આર્થિક રાજધાની મુંબઈમાં પણ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. અહીં પેટ્રોલના ભાવ 7 પૈસા વધીને 76.18 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે. તો ડીઝલના ભાવમાં 20 પૈસાનો વધારો થતા 68.02 રૂપિયા પ્રતિ લીટર પર ભાવ પહોંચી ગયો છે.
અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 68.14 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.03 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 68.92 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.82 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 67.90 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.78 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 68.79 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.67 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 68.23 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.12 રૂપિયા છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધારો જોવા મળી હ્યો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 8 પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ ડીઝલની કિંમત સતત 9 દિવસથી વધી રહી છે. છેલ્લા નવ દિવસમાં ડીઝલ 2.73 રૂપિયા મોંઘું થયું છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વિતેલા દિવસોમાં આવેલ ઉછાળાને કારણે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલની કિંમતાં વધારો થયો છે.