એરટેલ-આઈડિયા-વોડાફોનના ગ્રાહકો માટે આવ્યા Bad News, મોંઘું થશે મિનિમમ રિચાર્જ
અગાઉ નવેમ્બર મહિનામાં એરટેલ ભારતીએ પોતાના ટેરિફ પ્લાનમાં બદલાવ કર્યો હતો. ત્યારબાદ વોડાફોન આઇડિયાએ પણ ટેરિફ પ્લાનમાં બદલાવ કરતા મિનિમમ ટેરિફ દર રૂપિયા 35 કરી દીધો હતો. જોકા ટેલીકોમ કંપનીઓ દ્વારા આ વધારો કરવામાં આવે તો ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી પર અસર જોવા મળી શકે છે.
ટેલિકૉમ કંપની ભારતી એરટેલના સીએમડી સુનીલ ભારતી મિત્તલે સંકેતા આપ્યા છે કે એરટેલનો મિનિમમ ટેરિફ દર રૂપિયા 75 થઈ શકે છે. કંપનીએ નવેમ્બરમાં જ આ દર વધારીને રૂપિયા 35 કર્યો હતો.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ આવનારા દિવસોમાં પ્રીપેડ ગ્રાહકોની મુસીબત વધારી શકે છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલ દેશની તમામ ટેલીકોમ કંપનીઓ લઘુતમ રિચાર્જની રકમમાં વધારો કરવાની તૈયારીમાં છે. હાલમાં ઓછામાં ઓછું 35 રૂપિયાનું દર મહિને રિચાર્જ કરાવવું પડે છે, જે વધારીને 75 રૂપિયા કરવામાં આવી શકે છે.
ડિસેમ્બરમાં ટેલિકૉમ રેગ્યુલેટર ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ બંને કંપનીઓને અચાનક ટેરિફ પ્લાન બદલાવ માટે નોટિફ ફટકારી હતી. જોકે, ટ્રાઈ તરફથી આગળ જતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.