એરટેલે લોન્ચ કર્યા બે નવા પ્લાન, પોસ્ટપેઈડ યૂઝર્સ 299 અને 399 રૂપિયામાં લઈ શકશે ફાયદો
અનલિમિટેડ લાભ લેવા માટે એરટેલનો 499 રૂપિયાનો પ્લાન છે. તેમાં લોકલ અને એસટીડી કોલિંગ અનલિમિટેડ છે. ઉપરાંત 3 જીબી 4જી ડેટાનો ઉપયોગ પણ કરી શકાશે. જોકે, આ પ્લાન અંતર્ગત પણ રોમિંગમાં આઉટગોઇંગ કોલ ફ્રી નહીં હોય. જણાવીએ કે, હાલમાં જ એરટેલે જિઓને ટક્કર આપવા માટે 244થી લઈને 1198 રૂપિયાના પ્લન લોન્ચ કર્યા છે. 244 રૂપિયાવાળા પ્લાનમાં એરટેલે ટૂ એરટેલ અનલિમિટેડ કોલિંગ છે, 4જી ડેટા 70 જીબી છે. તેમાં દરરોજના ડેટા યૂઝની મર્યાદા 1 જીબી છે, પ્લાનની વેલિડિટી 70 દિવસની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં આ બન્ને પ્લાનમાં દેશભરમાં રોમિંગમાં ઇનકમિંગ ફ્રીની સુવિધા ફ્રી મળશે. જોકે, રોમિંગમાં આઉટગોઇંગ કોલ માટે રૂપિયા ખર્ચ કરવા પડશે. ફ્રી મિનિટ ખત્મ થયા બાદ તમામ આઉટગોઈંગ કોલ રેટ 80 પૈસા પ્રતિ મિનિટ થઈ જશે.
એરટેલનો નવો 299 રૂપિયાવાળો પોસ્ટપેઈડ પ્લાન લેવા પર દર મહિને 680 મિનિટ લોકલ અથવા એસટીડી કોલ્સ ફ્રીમાં કરી શકાશે. ઉપરાંત 600 એમબી 4જી ડેટા પણ મળશે. જ્યારે 399 રૂપિયાવાળા પ્લાનમાં 765 મિનિટ લોકલ અથવા એસટીડી કોલિંગ કરી શકાશે. તેની સાથે જ 1 જીબી 4જી ડેટા ફ્રી મળશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓની એક બીજાને પછાડવા માટે એક પછી એક પ્લાન લોન્ચ કરી રહી છે. હાલમાં જ દેશની સૌથી મોટી કંપની ભારતી એરટેલે 2 નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન પોસ્ટપેઈડ યૂઝર્સ માટે છે. તેનો લાભ યૂઝર્સ દર મહિને 299 અને 399 રૂપિયા આપીને લઈ શકે છે. જોકે, બન્નેમાંથી કોઈપણ પ્લાન અનલિમિટેડ ઓફરની સાથે નહીં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -