જુલાઈથી શરૂ થશે નવી ડબલ ડેકર એસી ટ્રેન 'ઉદય એક્સપ્રેસ', ભાડું 3ACથી ઓછું, મળશે આ સુવિધાઓ
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનની જાહેરાત 2016-17ના રેલ બજેટમાં કરવામાં આવી હતી અને તે પાટાઓ પર લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદય સર્વિસ દિલ્હી-લખનઉ જેવા હાઈ-ડિમાન્ડ રુટ્સ પર દોડશે અને અને તેનું ભાડું 3AC રેગ્યુલર મેલ/એક્સપ્રેસ ટ્રેનોથી પણ ઓછું હશે. સાથોસાથ તેના દરેક કોચમાં વાઈ-ફાઈ સ્પીકર સિસ્ટમની સાથે એલસીડી સ્ક્રિન પણ હશે.
રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેનની ખાસ વાત એ છે કે તેમાં મુસાફરોને તમામ સુવિધાઓ 3ACથી પણ ઓછા દરે મળશે. જોકે, ઓવરનાઈટ સર્વિસ હોવા છતાંય આ ટ્રેનમાં સ્લીપર બર્થ નથી. પરંતુ મુસાફરીને આરામદાયક બનાવવા માટે અનેક સુવિધાઓ જોડવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે જુલાઈમાં ઉત્કૃષ્ટ ડબલ ડેકર એસી યાત્રી (ઉદય એક્સપ્રેસ) ટ્રેન શરૂ કરશે. ટ્રેન રાતભરના પ્રવાસ માટેની એક વિશેષ શ્રેણીની સેવા હશે જે જે રૂટ પર વધરે માગ રહેતી હોય તે રૂટ પર ચાલશે. આરામથી બેસી શકાય તેવી ખુરશી હશે. 120 સીટોવાળા એસી ડબ્બામાં ઓટોમેટિક મશીનોથી પ્રવાસીઓને ભોજન અને ચા, કોલ્ડ ડ્રિંક પીરસવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -