મારૂતિએ શોકેસ કરી નવી Swift Dzire, ભારતમાં 16 મેએ થશે લોન્ચ, જાણો શું છે ખાસ તેમાં
નવી દિલ્હીઃ મારૂરિતે ત્રીજી જનરેશનની ડિઝાયર બજારમાં શોકેસ કરી છે. આ સુઝુકીની નવા બી-પ્લેટફોર્મ પર બની છે, આ જ પ્લેટફોર્મ પર નવી સ્વિફ્ટ હેચબેકને પણ તૈયાર કરવામાં આવશે. આ ચાર વેરિઅન્ટ, એલ, વી, ઝેડ અને ઝેડ પ્લસમાં આવશે, તેને 16 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. તેની સ્પર્ધા ટાટા ટિગોર, ફોર્ડ ફીગો એસ્પાયર, હોન્ડા એમેઝે, ફોક્સવેગન એમિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ સાથે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારૂતિની ડિઝાયરની માઇલેજ હજુ પણ તેની યુએસપી છે. આવનારી ડિઝાયર પણ માઇલેજની કસોટી પર સંપૂર્ણ રીતે ખરી ઉતરવાની છે. કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 1.2 લીટરનું કે સીરીઝ પેટ્રોલ એન્જિન અને 1.3 લીટર ડીડીઆઇએસ ડીઝલ એન્જિન આપવામાં આવશે. સાથે જ તેમાં સિયાઝ અને અર્ટિગામાં ઉપયોગમાં લેવામાં આવેલી SHVS ટેકનીક પણ આપવામાં આવી શકે છે, જે ડિઝાયર માટે એડ-ઓન ફીચર હશે. આશા છે કે મારૂતિ એસએચવેસ યૂનિટમાં એજીએસ ગિયરબોક્સ પણ હશે.
નવી ડિઝાયરની કેબિન પણ નવી સ્વિફ્ટથી ઘણી મળતી આવે છે. 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ, પ્રોજેક્ટર હેડલેમ્પસ (સાથે ડેટાઇમ રનિંગ લાઇટ્સ) સાથે જ સંભાવના છે કે તેમાં (ટોપ મોડલમાં) ક્રૂઝ કન્ટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવશે.
ડિઝાયરના મોટાભાગના પાર્ટ્સ મારૂતિની સ્વિફ્ટથી લેવામાં આવ્યા છે. સ્મોક્ડ આઉટ હેડલાઇટ, ડિઝાઇનર બમ્પર અને નવી ફોગ લાઇટ્સ તેને બહારથી વધુ શાનદાર બનાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -