Jio સમર સરપ્રાઈઝ ઓફર પરત લેવામાં વિલંબ પર એરટેલે ટીડીસેટના દરવાજા ખખડાવ્યા
ટીડીસેટમાં આ મામલે સંક્ષિપ્ત સુનાવણી થઈ. આગામી સુનાવણી 20 એપ્રિલે થશે. ઉલ્લેખનીય છે કે, જિઓએ ટ્રાઈના પ્રતિબંધ છતાં હાલમાં જ એક નવા પ્લાનની જાહેરાત કરી હતી જે અંતર્ગત પોતાના પ્રાઈમ સભ્યોને 309 રૂપિયામાં ત્રણ મહિના માટે 1જીબી 4જી ડેટા પ્રતિ દિવસ ઉપલબ્ધ કરાવશે. એરટેલે જિઓની આ ઓફર પર પણ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, આ નવી બોટલમાં જૂની શરાબ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની સાથે જ એરટેલે જિઓની આ યોજનાનો પહેલા જેણે લાભ લઈ લીધો છે તેવા ગ્રાહકોને લાભ જારી રાખવા પર પણ વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટેલિકમ કંપની ટ્રાઈએ વિદેલા સપ્તાહે જ કંપનીને પોતાની 303 રૂપિયાની રકમ પર અનલિમિટેડ કોલ અને ડેટાની ઓફર પરત લેવાનો આદેશ આપ્યો હતો. ભારતી એરટેલનો સંપર્ક કરવા પર આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ના પાડી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતી એરટેલે નવી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ દ્વારા પોતાની સમર સરપ્રાઈઝ ઓફર પરત લેવામાં કથિત રીતે વિલંબ કરવા બદલ ટેલિકમ ન્યાયાધિકર ટીડીસેટમાં અરજી કરી છે. એરટેલે વિરોધ નોંધાવ્યો છે કે, ટેલિકોમ નિયામક ટ્રાઈ દ્વારા પરત લેવાના આદેશ છતાં જિઓએ તે ચાલુ રાખી હતી. જિઓ પોતાની સમર સરપ્રાઈઝ અંતર્ગત 303 રૂપિયાના પ્લાનમાં ત્રણ મહિના સુધી ડેટા અને કોલ ફ્રીમાં આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -