Hondaએ BS-IV સાથે લોન્ચ કરી CD 110 ડ્રીમ DX બાઈક, જાણો કિંમત અને ફીચર્સ
૧૦૯ કિલો વજન ધરાવતી આ બાઈકમાં પેટ્રોલની ટાંકીની ક્ષમતા ૮ લિટર છે. આ સાથે જ ૪ જૂદા જૂદા કલરમાં આ બાઈક ઉપલબ્ધ છે. જેમાં બ્લેક ગ્રે, બ્લેક રેડ, બ્લેક ગ્રીન, અને બ્લેક બ્લૂ ગ્રાફિક્સનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે, માર્ચ મહીનાના અંતમાં સુપરહિટ સ્કુટર એક્ટિવા પછી હોન્ડાએ જૂના સ્કુટરને નવા રૂપરંગ સાથે લોન્ચ કર્યું હતું જે માર્કેટમાં ચાલી ગયું હતું. ઘણા વખતથી બજારમાંથી ગાયબ થઈ ગયેલ હોન્ડાનું સ્કુટર ડિયો નવા ફિચર્સ સાથે રિલોન્ચ કરવામાં આવ્યું હતું.
નવી હોન્ડા CD 110 Dream DXમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને ટ્વિન હાઈડ્રોલિક શોક્સ આપવામાં આવ્યાં છે. આ સાથે જ બાઈકમાં મેન્ટેનન્સ ફ્રી બેટરી, ઈલેક્ટ્રિક સ્ટાર્ટ, ટ્યૂબલેસ ટાયર જેવી ખૂબીઓ છે.
નવી દિલ્હીઃ ટૂવ્હીલર બનાવતી દિગ્ગજ કંપની Hondaએ ભારતમાં પોતાની બે મોટરસાઈકલને BS-IV માનકો અનુસાર રજૂ કરી છે. તેમાં પ્રથમ બાઈક છે હોન્ડાની બજેટ બાઈક ડ્રીમ DX, જેને કંપનીએ હવે અપગ્રેડ કરીને CD 110 Dream DXના નામથી લોન્ચ કરી છે. તેના કિક સ્ટાર્ટ વેરિન્ટની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 45,002 રૂપિયા છે, જ્યારે સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટ 47,202 રૂપિયામાં મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -