✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioને ટક્કર આપવા Airtelની સૌથી મોટી ઓફર, 1000 GB સુધી મળશે ફ્રી ડેટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 May 2017 11:08 AM (IST)
Jioને ટક્કર આપવા Airtelની સૌથી મોટી ઓફર, 1000 GB સુધી મળશે ફ્રી ડેટા
1

કંપનીની વેબસાઈટ પર લખ્યું છે કે, એરટેલ અનલિમિટેડ ઇન્ટરનેટ ઓફર ડાયરેક્ટ સબ્સ્ક્રાઈબર લાઈન (DSL) સર્વિસીસ માટે છે જે 16મેથી શરૂ થાય છે. તેને કોઈ અન્ય પ્લાનની સાથે ક્લબ નહીં કરી શકાય. એરટેલને હાલમાં જ પોતાના V-Fiber પ્લાન અંતર્ગત 100 ટકા એડિશનલ હાઈ સ્પીડ ડેટા બેનિફિટ્સ આપવાની જાહેરાત કરી છે.

2

એરટેલના આ બોનસ ડેટા ઓફરને જિઓની બ્રોડબેન્ડમાં એન્ટ્રી સાથે જોડીને જોવામાં આવે છે. જિઓની અપકમિંગ બ્રોડબેન્ડ સર્વિસ જિયોફાઈબરનું કેટલાક શહેરોમાં ટેસ્ટિંગ થઈ ગયું છે અને ટૂંકમાં જ તેને લોન્ચ કરવામાં આવી શકે છે. એરટેલની આ ઓફને દિલ્હી અને એનસીઆર યૂઝર્સ માત્ર ઓનલાઈન ખરીદી શકે છે. આ ઓફર અન્ય સ્પેશિયલ, કોમર્શિયલ અથવા એન્ટરપ્રાઈઝ પ્લાન્સ માટે એપ્લિકેબલ નથી. આ બ્રોડબેન્ડ રેન્ટલ પ્લાન્સનું નવું સબ્સિક્રપ્શન લેવા પર જ મળશે.

3

નવી દિલ્હીઃ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં રિલાયન્સ જિઓની એન્ટ્રી પહેલા જ યૂઝર્સને આકર્ષિત કરવા માટે એરટેલે પોતાના બ્રોડબેન્ડ પ્લાન્સ પર 1000 જીબીનો બોનસ ડેટા આપવાની જાહેરાત કરી છે. એરટેલની આ ઓફર 899 રૂપિયામાં 750 જીબી બોનસ ડેટાથી શરૂ થાય છે. 1000 જીબીનો ફ્રી ડેટા ચાર અન્ય પ્લાન્સની સાથે મળશે જે 1,099 રૂપિયા, 1,299 રૂપિયા, 1,499 રૂપિયા અને 1,799 રૂપિયાના છે.

4

899 રૂપિયાથી શરૂ થનારા પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સની સાથે 60 જીબી ડેટા 16 એમબીપીએસની સ્પીડ પર મળશે. સાથે જ મળનારા 750 જીબી બોનસ ડેટાની વેલિડિટી 1 વર્ષની રહેશે. 1099 રૂપિયાના પ્લાનમાં અમલિમિટેડ કોલ્સની સાથે 40 એમબીપીએસની સ્પીડ પર 90 જીબી ડેટા અને 1000 જીબી બોનસ ડેટા મળશે. 1299, 1499 અને 1799 રૂપિયાના પ્લાન્સમાં યૂઝર્સને અનલિમિટેડ કોલ્સની સાથે ક્રમશઃ 125 જીબી, 160 જીબી અને 200 જીબી ડેટા મળશે. સાથે જ 1000 જીબી બોનસ ડેટા પણ મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioને ટક્કર આપવા Airtelની સૌથી મોટી ઓફર, 1000 GB સુધી મળશે ફ્રી ડેટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.