ICICI બેંકના CEO ચંદા કોચરને FY17માં મળ્યો 7.85 કરોડ રૂપિયા પગાર, દરરોજની કમાણી 2.18 લાખ રૂપિયા
બેન્કના વાર્ષિક અહેવાલમાં એક સંદેશમાં કોચરે જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેન્ક વૃદ્ધિની તકો પર ધ્યાન કેન્દ્રીત કરવા પર ભાર મુકવાની સાથે સાથે જ બદલાતા આર્થિક પરિદૃશ્યથી ઉભાં થતાં પડકારોને પહોંચી વળવા પગલાં પણ લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2015-16માં કોચરની કુલ કોસ્ટ ટુ કંપની રૂપિયા 4.79 કરોડ હતી જ્યારે બેઝિક સેલેરી રૂપિયા 2.32 કરોડ હતી. કોચરને મળતાં અન્ય લાભોમાં ફર્નિશ્ડ ઘર, ગેસ, ઈલેક્ટ્રિસિટી, ક્લબ ફી, ગ્રૂપ ઈન્સોયરન્સ, કાર વગેરેનો સમાવેશ થાય છે. કોચરનું માસિક વેતન રૂપિયા 13,50,000થી રૂપિયા 26,00,000ની રેન્જમાં રહેશે તેમ બેન્કના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.
બેન્કના વાર્ષિક અહેવાલમાં જણાવ્યાં અનુસાર માર્ચ, નાણાંકીય વર્ષ 2016-17માં કોચરની બેઝિક સેલેરી 15 ટકા વધીને રૂપિયા 2.67 કરોડ થઈ હતી. દૈનિક ધોરણે ગણતરી કરતાં કોસ્ટ ટુ કંપની રૂપિયા 2.18 લાખ થાય છે. વર્ષ દરમિયાન પરફોર્મન્સ બોનસ તરીકે તેમને રૂપિયા 2.2 કરોડ ચૂકવાયા હતાં. જોકે નબળી નાણાકીય સ્થિતિને કારણે બેન્કે 2015-16માં પરફોર્મન્સ ઈન્સેન્ટિવ આપ્યું નહોતું.
નવી દિલ્હીઃ દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક ICICI બેંકના પ્રમુખ ચંદા કોચરને નાણાંકીય વર્ષ 2016-17માં કુલ 7.85 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. આ વિતેલા વર્ષના પગાર કરતાં અંદાજે 64 ટકા વધારે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -