Jioને ટક્કર આપવા Airtelનો નવો પ્લાન, 1 વર્ષ સુધી મળશે ફ્રી ડેટા, જાણો નિયમ અને શરતો
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલે મંગળવારે શાનદાર ઓફર રજૂ કરી છે. કંપનીએ એવા યૂઝર્સને 9000 રૂપિયાની કિંમતનો ડેટા ફ્રીમાં આપશે જે પોતાનો નંબર 4Gમાં સ્વિચ કરશે. આ ઓફર તમામ 4G સ્માર્ટફોન યૂઝર્સ માટે છે. આ ઓફરનો લાભ એરટેલના જૂના યૂઝર્સ પણ લઈ શકે છે બસ તેણે 4Gમાં સ્વિચ થવું પડશે. એરટેલની નવી ઓફર સમગ્ર દેશમાં 4 જાન્યુઆરીથી લાગુ થશે અને 28 જાન્યુઆરી 2017ના રોજ ખતમ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલે 4G સ્વિચ કરનાર યૂઝર્સને 12 મહિના ફ્રી ડેટા આપવાની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ પર 31 ડિસેમ્બર 2017 સુધી દર મહિને 3GB 4G ડેટા ફ્રી આપશે. આ ઓરનો લાભલેવા માટે તમારે 4 જાન્યુઆરીથી 28 જાન્યુઆરીની વચ્ચે એરટેલ 4જી નેટવર્કમાં સ્વિચ થવું પડશે. રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી ઓફરની વેલીડિટી ત્રણ મહિના વધારીને 2017 કરી દીધી છે.
આ ઓફરનો લાભ લેવા માટે તમારે નવો 4જી હેન્ડસેટ ખરીદવો પડશે. જેની પાસે હાલમાં 4જી હેન્ડસેટ નથી તે નવો 4જી હેન્ડસેટ ખરીદીને આ ઓફરનો લાભ લઈ શકે છે. જૂના 4G મોબાઈલ હેન્ડસેટવાળા ગ્રાહક એરટેલની હાલની ઓફરનો લાભ લઈ શકે છે જે હાલમાં એરટેલ નેટવર્ક સાથે જોડાયેલ નથી.
પ્રીપેડ યૂઝર્સ 345 રૂપિયાના રિચાર્જ કરાવીને લાભ લઈ શકે છે. આ રિચાર્જ પર અન્ય લાભની સાથે તમને પહેલાના 1જીની જગ્યાએ 4જીબી (પ્લાનમાં મળતા 1GB + 3GB ફ્રી) ડેટા મળશે. પોસ્ટપેડ યૂઝર્સ તમામ માઈપ્લાન ઇન્ફિનિટી પ્લાન્સ પર આ ઓફર મેળવી શકે છે. તેમાં પ્લાન અંતર્ગત મળનારા ફાયદાની સાથે દર મહિને 3GB 4G ડેટા વધારાનો મળશે. જો તમે 549 રૂપિયાનો પ્લાન એક્ટિવેટ કરાવો છો તો અન્ય ફાયાદની સાથે 6GB (પ્લાન અંતર્ગત 3GB + 3GB ફ્રી) ડેટા મળશે.
શરતો પૂરી કરનાર ગ્રાહક ફ્રી ડેટાની માગ માઈએરટેલ એપ દ્વારા કરી શકે છે. તમે જે દિવસે 4જીમાં અપગ્રેડ થશો અથવા જે દિવસે તમે એરટેલના 4જી સિમ તમારા હેન્ડસેટમાં લગાવશો, તેના 30 દિવસની અંદર આ ઓફર માટે દાવો કરી શકાશે. 31 ડિસેમ્બર સુધી વધુમાં વધુ 13 રિચાર્જ પર જ તમને 3જીબી ફ્રી ડેટાનો લાભ મળશે. દરેક રિચાર્જ પર ફ્રીમાં મળેલ ડેટાની વેલિડિટી 28 દિવસની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -