મારુતિ સુઝુકી ઇગ્નિસનું બુકિંગ શરૂ, જાણો કાર સાથે જોડાયેલ આ જરૂરી વાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસ-ક્રોસ અને બલેનો બાદ ઇગ્નિસ મારુતિ સુઝુકીની ત્રીજી પ્રોડક્ટ હશે, જેને નેક્સા ડીલરશિપના માધ્યમથી વેચવામાં આવશે. તેની કિંમત 5થી 7 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
ઇન્ફોટેનમેટ સ્ક્રીનના બંને અને સ્ક્વેર શેપ્ડ એસી વેન્ટ્સ આપવામાં આવ્યા છે. સાઇડમાં આપવામાં આવેલા એસી વેન્ટ્સ રાઉન્ડ શેપમાં છે.
ક્લાઇમેટ કન્ટ્રોલ ડિસ્પ્લેને કેપ્સૂલના આકારમાં રાખવામાં આવ્યો છે. સ્ટીયરિંગ વીલ્સને પણ નવી ડિઝાઇન આપવામાં આવી છે. તેની પર મલ્ટિફંક્શન કન્ટ્રોલ આપવામાં આવ્યા છે.
ઇન્ટીરિયરની વાત કરીએ તો કેબિનની ડિઝાઇન નવી છે. ડેશબોર્ડ જોઈએ તો અહીં ટોપ સેન્ટરમાં ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવી છે. જ્યારે એસી સ્વિચ અને અન્ય કન્ટ્રોલ્સને નવી ડિઝાઇન આપવામાં આવી છે.
ગાડીનો પાછળનો ભાગ ફ્લેટ છે અને તેમાં વર્ગાકાર ટેલલાઇટ્સ લગાવવામાં આવી છે. આ કારનો પાછળનો હિસ્સો તમને 1980ના દશકની ફોક્સવેગન ગોલ્ફની યાદ અપાવશે.
પોતાના હાઈ-સેટ બોનેટ, યુનિક હનીકોમ્બ ગ્રિલ અને ડેટાઇમ રનિંગ લાઇટ્સને કારણે આ ગાડી બાકી કાર્સથી અલગ દેખાય છે. આ કારના ચમકદાર અલોય વીલ્સ તેને વધુ આકર્ષક બનાવી દે છે.
તેનું ડીઝલ એન્જિન 74 હોર્સ પાવરની તાકાત અને 190 એનએમ સુધી ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બંને એન્જિન્સને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.
મારુતિ સુઝુકી ઇગ્નિસ પેટ્રોલ અને ડીઝલ, બંને એન્જિન ઓપ્શન્સમાં છે. તેના 1.2ના સિરીઝના પેટ્રોલ એન્જિનથી 84.3 પીએસની તાકાત અને 115 એમએન સુધી ટોર્ક ઉત્પન્ન થાય છે.
મારુતિ સુઝુકી ઇગ્નિસને મારુતિ સુઝુકી વેગનઆરનું અપડેટેડે વર્ઝન ગણવામાં આવી રહ્યું છે. આ કારને ટોલ બ્યો બનાવટ આપવામાં આવી છે અને કારના કેટલાક ફીચર્સ તેને એસયૂવી જેવો અનુભવ આપે છે. કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ હાઈ છે.
કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને માત્ર 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે. કંપની ઘણાં સમયથી આ કારની રાહ જોઈ રહી છે. આવો જાણીએ આ કાર સાથે જોડાયેલ જરૂરી વાતો.
મારુતિ સુઝુકી ટૂંકમાં જ પોતાની નવી કાર ઇગ્નિસ ઇન્ડિનય માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. મારુતિ સુઝુકી ઇગ્નિસને 13 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. આ કારના કોન્સેપ્ટ મોડલને 2016 દિલ્હી ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -