એરટેલ આપી રહ્યું છે અનલિમિટેડ વોઇસ કોલની સાથે 50GB ડેટા, લોન્ચ કર્યો નવો માયપ્લાન ઇનફિનિટી
જણાવીએ કે એરટેલે ચાલુ વર્ષે ઓગસ્ટમાં 999 રૂપિયાનો એક પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની હતી. આ પ્લાનમાં પ્રતિદિન 250 મિનિટ ફ્રીમાં મળતી હતી અને સપ્તાહમાં આ મર્યાદા 1000 મિનિટની હતી. જ ફ્રી કોલ મિનિટ ખતમ થઈ જાય તો ગ્રાહકને એરટેલથી એરટેલ નેટવર્ક પર કોલ કરવા પર 10 પૈસા પ્રતિ મિનિટ અને અન્ય નેટવર્ક પર 30 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App999 રૂપિયાવાળા પ્લાનમાં પોસ્ટપેડ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ, રોમિંગમાં ઇનકમિંગ કોલ અને આઉટગોઇંગ કોલના રૂપિયા આપવા નહીં પડે. આ પ્લાન અંતર્ગત એરટેલના પોસ્ટપેડ ગ્રાહકોને 50 જીબી 3G/4G પણ આપવામાં આવી રહ્યો છે. 50 જીબી ડેટા કન્ઝ્યૂમર કર્યા બાદ ગ્રાહકને 50 પૈસા પ્રતિ એમબીના દરે 1,000 રૂપિયા સુધીનો ડેટાનો ઉપયોગ કરી શકશે. ખાસ વાત એ છે કે કંપની 999 રૂપિયાવાળા આ પ્લાનને લેનાર ગ્રાહકોને 6 મહિના માટે સ્ક્રીન રીપ્લેસમેન્ટની ઓફર આપી રહી છે.
નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે દિવાળીની અવસર પર એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ એરટેલનો પોસ્ટપેડ પ્લાન છે. આ નવો પ્લાન માયપ્લાન ઇનફિનિટી સીરીઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો લાભ એરટેલના હાલના અને નવા પોસ્ટપેડ ગ્રાહકો લઈ શકે છે. આ નવો પ્લાન 999 રૂપિયા પ્રતિ મહિનાનો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ ઉપરાંત ડેટાની ઓફર પણ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -