Airtel લાવ્યું નવી ઓફર, આપી રહ્યું છે 60GB 4G ડેટા
તમને જણાવીએ કે, એરટેલના કેરી ફોરવર્ડ ઓફરમાં પોસ્ટપેડ ગ્રાહકોને મહિનાનો અનયૂઝ્ડ ડેટા આગલા મહિના માટે બચાવી શકાય ચે. આ રીતે એક યૂઝરના એકાઉન્ટમાં 200 જીબી સુધીનો ડેટા કેરી ફોરવર્ડ કરી શકાય છે.
તેને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો. તેને ડાઉનલોડ કર્યા બાદ આગામી 24 કલાકમાં તમારા ખાતામાં ફ્રી ડેટા આવી જશે.
કેવી રીતે મેળવશો ઓફરઃ MyAirtel એપ ખોલતા જ તમને ત્યાં ક્લેમ ફ્રી ડેટા લખેલ બેનર જોવા મળશે. આ બેનર પર ક્લિક કરો. ત્યાર બાદ સ્ક્રીન પર આવનાર નિર્દેશને ફોલો કરો. અહીં તમને airtel TVનું APK વર્ઝન ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ જોવા મળશે.
જો તમારી પાસે MyAirtel ન હોય તો તમે તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
આ ફ્રી ઓફરમાં આવતા 6 મહિના સુધી યૂઝરને દર મહિને 10 જીબી ડેટા મળશે. આ રીતે છ મહિનામાં કુલ 60 જીબી ડેટા મળશે. આ ઓફર એરટેલના પોસ્ટપેડ ગ્રાહકોને માટે જ હશે, જે MyAirtel એપનો ઉપયોગ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલની મોનસૂન ઓફર હવે ખતમ થઈ રહી છે. હવે કંપનીએ પોતાના ગ્રાહકો માટે નવી ફ્રી ડેટા ઓફર શરૂ કરી છે. આ નવી ઓફરમાં કંપની પોતાના પોસ્ટપેઈડ ગ્રાહકોને 60 જીબી ડેટા ફ્રીમાં આપી રહી છે.
આ ઓફરનો ખાસ ઉ્દેશ એરટેલ ટીવીના ઇન્સ્ટોસલ વધારવાનો છે, આ ઓફર મેળવવા માટે ગ્રાહકોએ પોતાના સ્માર્ટપોનમાં એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ યૂઝરને ફ્રી ડેટા બેનિફિટ આવતા 24 કલાકમં મળી જશે.