Jioને ટક્કર આપવા Airtelએ લોન્ચ કર્યા 49 અને 193 રૂપિયાના ખાસ પ્લાન
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે એરટેલે પોતાના પ્રીપેડ યૂઝર્સને માટે બે ખાસ પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં પ્રથમ પ્લાન 193 રૂપિયાનો જ્યારે બીજો પ્લાન 49 રૂપિયાનો છે. આ બન્ને એડઓન પ્લાન છે.
193 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિન 1 જીબી ડેટા મળશે. દા.ત. યૂઝર્સને 28 દિવસની વેલિડિટી વાળો 349 રૂપિયાનો પ્લાન ધરાવે છે, જેમાં તેને 2.5 જીબી ડેટા પ્રતિદિવસ મળે છે. આ પ્લાન પર 193 રૂપિયાનું એડઓન પેક કરાવે છે તો યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા વધારે મળશે. એટલે કે યૂઝર્સને પ્રતિ દિવસ 3.5 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે.
49 રૂપિયાના એડ ઓન પેકમાં યૂઝર્સને કુલ 1 જીબી ડેટા મળશે. આ ડેટા યૂઝરના વર્તમાન પ્લાનની વેલિડિટી સુધી ઉપયોગ કરી શકાશે. એટલે કે જો તમને કોઈ પ્લાનમાં 2 જીબી ડેટા પ્રતિ દિવસ મળે છે. હવે આ પ્લાન પર 49 રૂપિયાનું એડઓન પેક કરાવે છે તો યૂઝર્સને 1 જીબી ડેટા વધારે મળશે. દિવસ દરમિયાન મળતા 2 જીબી ડેટા પૂર્ણ થશે પછી વધારના 1 જીબી ડેટાનો ઉપયોગ થશે. આ 1 જીબી ડેટાને વેલિડિટી રહે ત્યાં સુધીમાં ઉપયોગ કરી શકાય છે.
હાલમાં આ પ્લાન માત્ર દિલ્હી, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા સર્કલમાં ઉપલબ્ધ છે. ધીરે ધીરે અન્ય તમામ સર્કલમાં આ પ્લાન લોન્ચ કરવામાં આવશે. જેમાં યૂઝર્સને પ્રતિ દિવસ મળતો ડેટા પૂર્ણ થઈ જાય તો તેઓ આ એડ ઓન પેકનો ઉપયોગ ટોપ અપની જેમ કરી શકશે. રિલાયન્સ જિયો પહેલી એવી કંપની હતી કે જેણે આ પ્રકારના એડઓન પેક લોન્ચ કર્યા હતા.