Xiaomiએ લોન્ચ કરી Mi Credit, યૂઝર્સને 10 મિનિટમાં મળશે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન
નવી દિલ્હી: ચીનની ટેક્નોલોજી કંપની ભારતમાં પોતાની ઉપલબ્ધતા ન માત્ર સ્માર્ટફોન માર્કેટમાં વધી રહી છે. પરંતુ ઇન્ટરનેટ સર્વિસની પણ શરૂઆત કરી ચુકી છે. શાઓમીએ હવે ભારતમાં MI ક્રેડિટ સર્વિસ લોન્ચ કરી છે. જેમાં કસ્ટરમર્સને એક પ્રકારની ઈન્સ્ટેન્ટ પર્સનલ લોન આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ કહ્યું કે આ ઈન્સટન્ટ લોન પ્લેટફોર્મ યંગ પ્રોફેશનલ્સ માટે છે. ક્રેડિટબી ઇન્સટન્ટ લોન પ્લેટફોર્મ છે અને તેની સાથે પાર્ટનરશિપ કરીને તેની શરૂઆત કરવામાં આવી છે.
કંપનીએ આ સર્વિસ માટે એક યાદી પણ તૈયાર કરી છે જેમાં લોન આપનારી કંપનીઓના નામ આપ આપવામાં આવ્યા છે. શાઓમી પ્રમાણે યૂઝર્સ આ પ્લેટફોર્મ પર લોગ ઈન કરીને લોન માટે અરજી કરી શકશે.
ક્રેડિટબીએ કહ્યું કે, લોન 15 દિવસમાં એક હજાર થી 9,900 રૂપિયા લોન પર .1.48 ટકા ના દર પ્રમાણે વ્યાજ આપવું પડશે. એક મહિનામાં 90 દિવસ સુધી 10 હજાર થી એક લાખ રૂપિયા સુધી 36 ટકા પ્રતિ વર્ષના વ્યાજ લાગશે.
શાઓમી કંપનીએ કહ્યું મી ક્રેડિટ એક એવું પ્લેટફોર્મ છે જેની મદદથી તમે ફાઈનાન્સિયલી ઉધાર લઈ શકો છો. મી મ્યૂઝિક અને મી વીડિયો બાદ મી ક્રેડિટ કંપનીની આ ત્રીજી મોટી ઈન્ટરનેટ સર્વિસ છે. શાઓમી એ આ સર્વિસ ક્રેડિટબી સાથે સમજૂતી કરીને શરૂ કરી છે.
આ ક્રેડિટ સર્વિસ માત્ર એવા યૂઝર્સ માટે છે જે સ્માર્ટફોનમાં MIUI ઓએસ યૂઝ કરે છે. અને આ શાઓમીના મોબાઈલમાં હોય છે. આ ક્રેડિટબી યૂઝર્સને એક હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપવાની યોજના બનાવી રહી છે. કંપીનએ કહ્યું કે લોન માત્ર 10 મિનિટમાં પાસ કરી શકશે. અને તેના માટે કેવાઇસી વેરિફિકેશ પણ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -