Jioને ટક્કર આપવા એરટેલ આવતા સપ્તાહે લોન્ચ કરશે Volte સર્વિસ, મુંબઈથી થશે શરૂઆત
પ્રાપ્ત જાણકારી અનુસાર મુંબઈ અને કોલકાતાના કેટલાક ગ્રાહકો સુધી એરટેલ પોતાની Volte સર્વિસ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. અહીં ગ્રાહકોને ફોન પર Volte કોલથી સક્રિય કરવા માટે મેસેજ મળશે. જિઓ હાલમાં એકમાત્ર ઓપરેટર છે જે Volte ઓફર કરી રહ્યું છે. જે અંતર્ગત કંપની ફ્રી વોઈસ અને પ્રતિદિવસ 1 જીબી ડેટા ઓફર કરી રહી છે. એરટેલ બાદ આઈડિયા પણ પોતાની Volte નેટવર્કનું ટ્રાઈલ પૂરું કરી ચૂકી છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર હિમાંશુ કાગપનિયાએ મેમાં કહ્યું હતું કે, તે પોતાની Volte નેટવર્કનું પરીક્ષણ પૂરું કરી ચૂક્યા છે. સપ્ટેમ્બર સુધીમાં સેવાઓ લોન્ચ કરવાની ધારણા છે.
Volte સર્વિસ અંતર્ગત ઓપરેટરને વોઈસ અને ડેટા બન્ને ઓફર કરવાની સુવિધા મળે છે. તેમાં વોઈસ એક એપ્લિકેશનની જેમ જ કામ કરે છે જે એલટીઈ ડેટા નેટવર્ક પર ચાલે છે. પહેલાથી ઉપલબ્ધ ટેલિકોમ કંપનીઓ હાલમાં સર્કિટ સ્વિચ ટેક્નોલોજી પર કોલિંગ ઓફર કરી રહી છે.
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એરટેલ સૌથી પહેલા મુંબઈમાં પોતાની Volte સર્વિસની શરૂઆત કરી શકે છે. ત્યાર બાદ કોલકાતાનો નંબર આવશે. ત્યાર બાદ દેશના અન્ય મેટ્રો શહેરમાં આ સર્વિસની શરૂઆત થશે. એરટેલ વિતેલા કેટલાક મહિનાથી દેશના મુખ્ય મેટ્રો અને ત્રણથી ચાર અન્ય મુખ્ય શહેરોમાં આ સર્વિસનું ટ્રાઈલ કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની છપ્પરફાડ સફલતા બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે પણ તેના પગલે ચાલવા જઈ રહી છે. કંપની આવતા સપ્તાહે પોતાની Volte સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. અત્યાર સુધી દેશભરમાં રિલાયન્સ જિઓ જ Volte ટેકનિકનો ઉપયોગ કરીને ગ્રાહકોને સર્વિસ આપતું રહ્યું છે. ભારતી એરટેલ બીજી કંપની છે જે તેનો ઉપયોગ કરશે. તેની મદદથી હવે એરટેલ ગ્રાહકો પણ મોબાઈલ ફોનથી 4જી ટેક્નોલોજી આધારિત કોલ કરી શકશે.