એરટેલ પોતાની 3G સેવા બંધ કરશે, 2G અને 4G પર આપશે વધારે ધ્યાન
એરટેલને એક વર્ષ પહેલા લોન્ચ થયેલ રિલાયન્સ જિઓને કારણે ટોલિકોમ કારોબારમાં તગડી ટક્કર મળી રહી છે. એરટેલ પોતાના 4G કારોબારને એટલી ઝડપથી આગળ નથી વધારી શકી જેટલી ઝડપથી રિલાયન્સ જિઓએ વધાર્યો છે. સપ્ટેમ્બર 2016થી લઈને સપ્ટેમ્બર 2017 સુધી રિલાયન્સ જિઓએ પોતાની સાથે 13 કરોડ ગ્રાહકોને જોડ્યા છે જ્યારે આ દરમિયાન એરટેલ પોતાની સાથે માત્ર 2.21 કરોડ ગ્રાહકો જ જોડી શકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે કંપની પોતાના 2G નેટવર્કને લઈને આજે પણ ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે ભારતમાં વેચાતા 50 ટકા આજે પણ ફીચર ફોન છે. ભારતી એરટેલના એમડીએ કહ્યું કે, કંપની નેટવર્કના ડેટા ક્ષમતા વધારવા માટે 4G ટેક્નોલોજીમાં રોકાણ કરી રહી છે. કંપની 3G સેવાઓમાં કામમાં આવતા 2100 મેગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ 4G સેવાઓ માટે કરશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલ પોતાના 3G નેટવર્કને આગામી ત્રણ-ચાર વર્ષમાં બંધ કરી શકે ચે અને તેની સાથે જોડાયેલ સ્પેક્ટ્રમનો ઉપયોગ 4G સેવાઓ માટે કરશે. ભારતી એરટેલના એમડી અને સીઈઓ ગોપાલ વિટ્ટલે આ જાણકારી આપી છે.
તેણે કહ્યું કે, અમે 3જી પર લગભગ કોઈ ખર્ચ નથી કરી રહ્યા. અમારો વિચાર છે કે આગામી ત્રણ ચાર વર્ષમાં બની શકે કે 3G નેટવર્ક બંધ જ થઈ જાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -