RBIના નિર્દેશ બાદ 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ, RTIમાં થયો ખુલાસો
હાલ એસપીએમસીઆઈએલ માત્ર રૂપિયા ૫૦૦ અને તેનાથી ઓછા દરની નોટો (રૂપિયા ૫ અને રૂપિયા ૨ સિવાય) પ્રિન્ટ કરી રહી છે. આ ઘટનાને પગલે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે બે હજારની નોટ ચલણમાંથી પાછી પણ ખેંચાઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે હવે ૨૦૦૦ની નોટ અંગે વ્યક્ત થયેલી અનેક આશંકાઓ વચ્ચે આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેન્કે આ નોટનું પ્રિન્ટિંગ હવે બંધ કરી દીધું છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે વિતેલા વર્ષે નોટબંધીનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. નોટબંધીના નિર્ણય પર સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિપક્ષ એક બાજુ નિર્ણયને સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યું છે તો બીજી બાજુ મોદી સરકાર તેને પોતાની સફળતા તરીકે દર્શાવી રહ્યું છે. નોટબંધીના નિર્ણય બાદ એક બાજુ દેશભરમાં 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી જ્યારે પ્રથમ વખત 2000ની નોટ જારી કરવામાં આવી હતી.
‘ઈન્ડિયા ટુડે’ નેટવર્કના આરટીઆઈ સેલએ કરેલી અક અરજીના જવાબમાં સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઈએલ)એ કહ્યું કે રૂપિયા ૨૦૦૦ની નોટો છાપવા માટે આરબીઆઈ તરફથી કોઈ માગણી કરાઈ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -