Airtelએ શરૂ કરી પ્રીપેડ ગ્રાહકો માટે ડિજિટલ કસ્ટમર કેયર સર્વિસ, 11 ભાષાઓમાં મળશે સુવિધા
આ સેવા કન્નડસ બાંગ્લા, ઉડિયા અને એસમીમાં પણ મળશે. દેશભરમાં એરટેલના 27.5 કરોડથી વધારે ગ્રાહકો છે. એરટેલ દ્વારા પોતાના ગ્રાહકોને સશક્ત બનાવવા અને પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ આપવાની આ ઉદ્યોગમાં અનોખી પહેલ છે. ડિજિટલ કેયર નિઃશુલ્ક છે અને તેના માટે ડેટા કનેક્શનની પણ જરૂરત નહીં રહે. ગ્રાહક પોતાના સ્માર્ટફોન તથા ફીચર ફોનથી રીજનલ લેંગવેજ સપોર્ટ દ્વારા તેને એક્સેસ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિજિટલ કેયર પ્લેટફોર્મના માધ્યમથી એરટેલ પ્રીપેડ ગ્રાહક બેલેન્સ એમાઉન્ટ/રિચાર્જ વેલિડિટી/પાચલા કેટલાક ટ્રાન્ઝેક્શન જેવી સામાન્ય જાણકારી તાત્કાલીક અને સરળતાથી મેળવી શકશે. ઉપરાંત, તેના દ્વારા તેને એરટેલની ચાલુ ઓફર વિશે પણ જાણકારી મળશે અને તે પોતાના ફોન પર ખુદ જ વેલ્યૂ એડેડ સેવાઓને એક્ટીવેટ/ડીએક્ટીવેટ પણ કરાવી શકે છે.
કંપનીએ જણાવ્યું કે, ગ્રાહક હવે પોતાના મોબાઈલ ફોન પર *121# ડાયલ કરી થોડી જ સેકન્ડમાં પોતાના એકાઉન્ટ સંબંધિત જાણકારી મેળવી શકશે. આ નંબર ડાયલ કરતા જ મોબાઈલ સ્ક્રીન પર એક મેનૂ ખુલશે, જેમાં એકાઉન્ટ સંબંધિત તમામ જાણકારી માટે નેવીગેશન આપવામાં આવશે. આ નેવીગેશનની મદદથી ગ્રાહક પોતાની મનગમતી જાણકારી મેળવી શકશે. તેમાં ગ્રાહકોને ગ્રાહક સેવા અધિકારી સાથે વાતચીત કરવા માટે રાહ નહીં જોવી પડે.
નવી દિલ્હીઃ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલે આજે હિન્દી, પંજાબી, મરાઠી, ગુજરાતી, તમિલ સહિત 11 ભારતીય ભાષાઓમાં *121# ડિજિટલ કેયર પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -