EPFO સભ્યોને ઘર ખરીદવા પર મળશે 2.67 લાખ રૂપિયાની સબસિડી, હુડકો સાથે કર્યા કરાર
આ સમજૂતિથી ઇપીએફઓ મેમ્બર્સને હાઉસિંગ સ્કીમના ફાયદાની સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ મળશે. તેથી ઇપીએફઓ મેમ્બર્સ માટે ઘર ખરીદવાનું સરળ બનશે. ઇપીએફઓએ પોતાના મેમ્બર્સ માટે હાઉસિંગ સ્કીમ લોન્ચ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કીમ પ્રમાણે મેમ્બર્સ પોતાની હોમલોનનો માસિક હપતો પણ ચુકવી શકે છે. તે માટે મેમ્બર્સે રીજનલ પીએફ ઓફિસમાં અરજી કરવી પડશે.
ઇપીએફઓ મેમ્બર્સ ઘર ખરીદવા માટે પોતાના પીએફ ફંડમાંથી 90 ટકા સુધી રકમ ઉપાડી શકે છે. તે માટે ઇપીએફ એક્ટ, 1952માં ફેરફાર કરવામાં આવ્યો છે. તે માટે જરૂરી છે કે પીએફ મેમ્બર્સનું એકાઉન્ટ ઓછામાં ઓછું 3 વર્ષ જૂનું હોય.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (EPFO)એ આવાસ અને શહેરી વિકાસ નિગમ (હુડકો) સાથે કરાર કર્યા છે. તેનાથી EPFO સભ્યોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સસ્તા મકાન ખરીદવા પર લોન સંબંધિત 2.67 લાખ રૂપિયાની સબસિડી મળશે.
ઇપીએફઓની હાઉસિંગ સ્કીમથી એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને ઉત્તેજન મળશે અને બિલ્ડર આ સેગમેન્ટના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ શરૂ કરશે. દેશભરમાં આશરે 4 કરોડ ઇપીએફઓ મેમ્બર્સ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -