પોસ્ટપેઇડ યૂઝર્સ માટે એરટેલની સરપ્રાઈઝ ઓફર, 13 માર્ચથી મળશે ફ્રી ડેટા
પોતાના ઓછી કિંમતના પ્લાનની સાથે ભારતી ટેલીકોમ ઉદ્યોગમાં ભૂકંપ લાવનાર રિલાયન્સ જિયો પોતાની જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શન પ્લાન અંતર્ગત 303 રૂપિયામાં 30 જીબી 4જી ડેટા (1 જીબી પ્રતિ દિવસ) આપી રહી છે. પ્રતિસ્પર્ધી કંપનીઓ વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે પણ પોતાના નવી ડેટા ઓફર લોન્ચ કરી છે. પરંતુ આ માત્ર પ્રીપેઈડ રીચાર્જ સુધી જ મર્યાદિત છે અને તમામ પોસ્ટપેઈડ યૂઝર માટે કોઈ નવા પેક લોન્ચ કરવામાં આવ્યા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ કંપનીએ પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે 345 રૂપિયાવાળા રિચાર્જ પેક લોન્ચ કર્યા છે. 345 રૂપિયાવાળા પેકમાં કંપનીએ 1 જીબી 4જી ડેટા પ્રતિદિવસ પ્રમાણે 28 દિવસ માટે 28 જીબી ડેટા આપી રહી છે. આ પેકમાં યૂઝર્સ અનલિમિટેડ કોલિંગનો લાભ લઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલ પોતાના પોસ્ટપેઈડ યૂઝર્સ માટે એરટેલ સરપ્રાઈઝ ઓફર લઈને આવી છે. તે અંતર્ગત યૂઝર્સને 13 માર્ચથી ફ્રી ડેટા મળશે. ઓફરને લઈને કંપની પોતાના કસ્ટમર્સને પ્રમોશનલ મેલ મોકલી રહી છે.
પોસ્ટપેઈડ યૂઝર્સ માયએરટેલ એપમાં જઈને જોઈ શકશે કે તેને ડેટા ફ્રીમાં મળી રહ્યો છે કે નહીં. આ એપને તમે ગૂગલ પ્લે અને એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.
યૂઝર્સને મોકલેલ ઈમેલમાં કંપનીએ કહ્યું છે, અમે તમને ફ્રી ડેટા આપી રહ્યા છીએ, જેથી તમે ભારતના સૌથી ઝડપી મોબાઈલ નેટવર્કની મજા લઈ શકો. તમે 13 એપ્રિલથી માયએરટેલ એપમાં લોગઇન કરી આ સરપ્રાઈઝ વિશે જાણી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -