વાહનોના વીમામાં તોતિંગ વધારાની દરખાસ્ત, જાણો 1 એપ્રિલથી કેટલો વધારો થઈ શકે છે
નવી દિલ્હીઃ કાર, મોટરસાઈકલ અને કોમર્શિયલ વાહનનો વીમો ઉતરાવવો મોંઘી પડી શકે છે. વીમા નિયમનકારી સંસ્થા ઈરડાએ કાર તેમજ મોટર સાઈકલ માટે ૧લી એપ્રિલથી વીમા પ્રીમિયમ ૫૦ ટકા સુધી વધારવા માટેની દરખાસ્ત કરી છે. જો એક હજાર સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી નાની કાર માટે કે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ વધારવાની કોઈ દરખાસ્ત નથી જે હાલમાં 2055 રૂપિયા વાર્ષિક છે. ઈરડાએ મિડ સેગમેન્ટ (૧,૦૦૦ ૧,૫૦૦ સીસી) તેમજ એસયુવી માટેનું વીમા પ્રીમિયમ ૫૦ ટકા સુધી વધારવા દરખાસ્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક હજાર સીસી સુધીની કાર માટેનું પ્રીમિયમ રૂપિયા ૩,૩૫૫ સુધી વાધરવા તેમજ તેનાથી વધુ ક્ષમતા ધરાવતી કારનું પ્રીમિયમ રૂપિયા ૯,૨૪૬ વધારવા દરખાસ્ત કરવામાં આવી છે. દરમિયાન ઈરડાએ ૭૫ સીસી સુધીના ટુ વ્હીલર પર કોઈ વીમા પ્રીમિયમ વધારવા માગ કરી નથી પરંતુ સ્પોર્ટ્સ બાઈક અને સુપર બાઈક્સનું (૩૫૦ સીસીથી વધુ) પ્રીમિય વર્તમાન રૂપિયા ૭૯૬થી વધારીને રૂપિયા ૧,૧૯૪ કરવા માટે દરખાસ્ત કરી છે.
એન્ટ્રી લેવલ બાઈક્સ (૭૭ ૧૫૦ સીસી) અને ૧૫૦થી ૩૫૦ સીસી ક્ષમતા ધરાવતા મોટર સાઈકલના વીમા પ્રીમિયમાં વધારાની ઈરડાએ દરખાસ્ત કરી છે. નાણાં વર્ષ ૨૦૧૭ ૧૮ના આ પ્રીમિયમ દરો માટે ડ્રાફ્ટ પેપર જાહેર કર્યું છે અને સહભાગીઓ પાસેથી ૧૮ માર્ચ સુધીમાં સુચનો મંગાવ્યા છે. ઈરડાએ માલ વાહક ભારે વાહનો માટે પણ ૫૦ ટકા પ્રીમિયમ વધારાની દરખાસ્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -