એરટેલ-ટેલીનોરના પ્રસ્તાવિત મર્જર ડીલને મળી વધુ એક સફળતા, સેબી, બીએસઈ અને એનએસઈએ આપી મંજૂરી
આ મર્જરની સાથે જ ભારતી એરટેલનું નેટવર્ક અને યૂઝર્સ બેસ બન્ને વધી જશે, જેનાથી તેને રિલાયન્સ જિઓને ટક્કર આપવામાં મદદ મળશે. આ ડીલ 1800થી 2000 કરોડ રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે.
નવી દિલ્હીઃ ભારતી એરટેલને સેબી, બીએસઈ અને એનએસઈ તરફથી ટેલીનોર ઇન્ડિયાની સાથે પ્રસ્તાવિત મર્જને મંજૂરી મળી ગઈ છે. તેની સાથે જ ગુરુવારે બન્ને કંપનીઓએ આગળની મંજૂરી માટે નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલમાં સંયુક્ત અરજી દાખલ કરી.
આ કંપનીઓએ પોતાના પ્રસ્તાવિત ડીલ વિશે સેબી અને બીએસઈ તથા એનએસઈની મંજૂરી મળ્યા બાદ આ પગલું લીધું છે. ભારતી એરટેલે એક નિવેદનમાં કહ્યું છે કે, ટેલીનોર ઇન્ડિયા અને એરટેલને સંયુક્ત કંપની અરજી એનજીએલટીની નવી દિલ્હી બેન્ચમાં દાખલ કરી છે. આ મર્જર વિશે સીસીઆઈ સહિત અન્ય એકમો તરફથી મંજૂરી લેવાની બાકી છે.
એરટેલે 23 ફેબ્રુઆરી 2017ના રોજ ટેલીનોરના મર્જર માટે ટેલીનોર સાઉથ એશિયા ઇન્વેસ્ટમેન્ટનીસાથે એક કરાર કરવાની જાહેરાત કરી હતી. આ ડીલ અંતર્ગત એરટેલ ટેલીનોર ઇન્ડિયાના સાત સર્કલમાં ઓપરેશનનું મર્જર કરશે. ટેલીનોરના આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ (પૂર્વ), ઉત્તર પ્રદેશ (પશ્ચિમ) અને અસમમાં ટેલીકોમ સેવાઓ સંચાલિત છે.