Reliance Jioના ગ્રાહકોને મળી રાહત, 15 દિવસમાં ઝડપથી ઘટી કોલ ડ્રોપની સંખ્યા
નવી દિલ્હીઃ Reliance Jio અને દેશની ટોચની ત્રણ ટેલીકોમ કંપનીઓની વચ્ચે રોજ કોલ ડ્રો થવાની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવ્યો છે. વિતેલા 15 દિવસમાં જિઓના ભારતી એરટેલ સાથે કોલ્સમાં સૌથી વધારે સુધારો જોવા મળ્યો છે. એક અંગ્રેજી સમાચારપત્ર અનુસાર વધારાના પોઈન્ટસ ઓફ ઇન્ટરકનેક્શન મળ્યા બાદ કોલ્સ ડ્રોપ થવાની સંખ્યા ઘટી છે.
કોલ ડ્રોપ રેટ્સ હજુ પણ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા નક્કી 0.5 ટકાના લેવલથી ખૂબ જ વધારે છે. ટ્રાઈએ 0.5 ટકા કોલ ડ્રોપ રેટની મર્યાદાને ક્વોલિટી ઓફ સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સને અનુસરવા કહ્યું છે. તેના માટે 17 ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી છે.
જિઓ અને એરટેલની વચ્ચે ડેઈલો કોલ્સ ડ્રોપ 23 સપ્ટેમ્બરના રોજ 73 ટકા હતો, જે હવે ઘટીને 56 ટકા પર આવી ગયો છે. દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર આઈડિયા સેલ્યુલરની સાથે આ આંકડો પહેલા 75 ટકા હતો તે હવે ઘટીને 62 ટકા પર આવી ગયો છે. વોડાફોની સાથે કોલ ડ્રોપનો રેશિયો પહેલા 83.5 ટકા પર હતો જે હવે ઘટીને 75 ટકા પર આવી ગયો છે.
જિઓએ પહેલેથી ઉપલબ્ધ ઓપરેટર્સ પર આરોપ લગાવ્યો હતો કે અન્ય ટેલીકોમઓપરેટર્સ પૂરતી સંખ્યામાં પીઓઆઈ ઉપલબ્ધ નથી કરાવી રહી. તેના પર એરટેલ, વોડાફોન અને આઇડિયાએ કહ્યું હતું કે, જિઓને પૂરતા પીઓઆઈ આપવામાં આવ્યા છે. એરટેલે કોલ ડ્રોપ માડે ડિઓને જ દોષી ઠેરવી હતી. એરટેલ અનુસાર તૈયારી કર્યા વગર કોમર્શિયલ લોન્ચ કરવાને કારણે આવી મુશ્કેલી આવી રહી છે.