વધી જશે તમારું મોબાઈલ બિલ, એરટેલ, આઈડિયા અને વોડાફોને IUC ચાર્જ ડબલ કરવાની કરી માગ
હાલમાં દરેક ઇનકમિંગ કોલ પર 14 પૈસા પ્રતિ મિનિટ આઈયૂસી આવે છે. એક અધિકારીએ જણાવ્યું કે, વોડાફોને કહ્યું કે, તેને પોતાના નેટવર્ક પર ઇનકમિંગ કોલ પૂરા કરવાનો ખર્ચ 30 પૈસા આવે છે. તેમાં લાઈસન્સ ફી સામેલ નથી. લાઈસન્સ ફી સામેલ કર્યા બાદ તે 34 પૈસા પ્રતિ મિનિટ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતી એરટેલ અને આઈડિયા સેલ્યુલર જેવી મુખ્ય ટેલીકોમ કંપનીઓએ ઇન્ટર કનેક્શન યૂસેજ ચાર્જ (IUC) બે ગણા કરવાની માગ કરી છે. આ મોબાઈલ કોલના ટેરિફને પ્રભાવિત કરી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે, તેના નેટવર્ક પર અન્ય નેટવર્કથી આવનારા કોલ્સને પૂરા કરવાનો ખર્ચ 30 પૈસા પ્રતિ મિનિટ આવે છે.
એક અન્ય ટેલીકોમ કંપની વોડાફોનનું કહેવું છે કે તેના નેટવર્ક પર IUC 34 પૈસા પ્રતિ મિનિટ આવે છે, જે IUCના હાલના દર કરતાં બે ગણાં છે. ટેલીકોમ ટેરિફ નક્કી કરતા સમયે આ ચાર્જને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ટેલીકોમ કંપનીઓના અધિકારીઓએ IUC પર વર્કશોપમાં કોલ ટર્મિનેશન ચાર્જમાં વધારાની માગ કરી છે.
આ વર્કશોપનું આયોજન ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણે કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, એરટેલે કહ્યું કે, ઇનકમિંગ કોલને પૂરા કરવાનો ખર્ચ 30 પૈસા આવે છે, એવામાં IUCમાં વધારો કરવો જોઈએ, જેથી પોતાનો ખર્ચ કાઢી શકે. ટેલીકોમ ઓપરેટરોને અન્ય ઓપરેટરના નેટવર્કથી પ્રત્યેક ઇનકમિગં કોલ માટે ઇન્ટરકનેક્શન યૂજેશ ચાર્જ મળે છે. આ મોબાઇલ ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા કોલ દરમાં સામેલ હોય છે. આઈયૂસી ટ્રાઈ દ્વારા નક્કી કરવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -