DCB બેંકે MCLR રેટમાં કર્યો 0.57 ટકા સુધીનો ઘટાડો, હવે લોન થશે સસ્તી
બેંકની નોન ઇન્ટરેસ્ટ આવક 43 ટકા વધીને 86 કરોડ રૂપિયા રહી હતી જે વિતેલા વર્ષે સમાન ગાળામાં 60 કરોડ રૂપિયા હતી. 30 જૂન 2017 સુધી બેંકની કુલ લોન 22 ટકા વધીને 16266 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે બેંકમાં જમા થાપણો 22 ટકા વધીને 19155 કરોડ રૂપિયા રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ડીસીબી બેંકનો ચોખ્ખો નફો 38 ટકા વધીને 65 કરોડ રૂપિયા રહ્યો, જે વિતેલા વર્ષના સમાન ગાળામાં 47 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજની આવક પણ 32 ટકા વધીને 233 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 177 કરોડ રૂપિયા હતી.
જ્યારે એક મહિનો, ત્રણ મહિના અને છ મહિના માટે એમસીએલઆર ક્રમશઃ 8.45 ટકા, (0.35 ટકા ઓછા), 8.50 ટકા, (0.55 ટકા ઓછા) અને 8.95 ટકા, (0.57 ટકા ઓછા) રહેશે. નવા દર 18 જુલાઈથી લાગુ થશે. 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડીબીસી બેંકની 290 શાખાઓ છે. તમામ બેંક દર મહિને એમસીએલઆર રેટમાં સંશોધન કરે છે. વિતેલા વર્ષે બેંકોએ લોનના વ્યાજ દર નક્કી કરવા માટે જૂનમાં એમસીએલઆરને લાગુ કર્યો હતો, આપહેલા તે બેસ રેટ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા.
નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની ડીસીબી બેંકે મંગળવારે કહ્યું કે, તેણે જુદા દુજા ગાળાની લોન માટે MCLR આધારિત ઋણના વ્યાજ દરમાં 0.57 ટકાનો ઘટાડો કર્યો છે. ડીસીબી બેંકે બીએસઈને જાણકારી આપી છેકે, એક દિવસની લોન માટે તેમનો વ્યાજ દર 8.35 ટકા રહેશે. આ નવા દર પહેલાના વ્યાજ દર કરતાં 0.25 ટકા ઓછા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -