Reliance Jio Effect : ટેલીનોર ઇન્ડિયાને ખરીદશે ભારતી એરટેલ
જિયોને ટક્કર આપવા માટે વોડાફોન ઇન્ડિયાએ પણ આઈડિયાની સાથે મર્જરની તૈયારી કરી છે. જ્યારે મર્જર બાદ બનનારી કંપનીમાં રોકાણ માટે જાપાનની સોફ્ટબેંકે રસ દાખવ્યો છે. તેની પાસે 100 અબજ ડોલરનું વિઝન ફંડ છે. સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. કહેવાય છે કે, આ ડીલની જાહેરાત 24-25 ફેબ્રુઆરીએ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતી એરટેલ ટેલીનોર ઇન્ડિયાના સાત સર્કલના ઓપરેશન્સને ખરીદશે. આ સર્કલ છે - આંધ્ર પ્રેદશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ (પૂર્વ), ઉત્તર પ્રદેશ (પશ્ચિમ), બિહાર અને અસમ. એરટેલે આ જાણકારી એક સત્તાવાર નિવેદનમાં આપી છે.
આ સમાચાર બાદ ભારતી એરટેલના શેરમાં 9.39 કલાકે સવારે 10 ટકાની તેજી જોવા મળી હતી. કંપનીનો શેર 18 મહિનાની ટોચ પર કારોબાર કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર ભારતી એરટેલે જિયોને ટક્કર આપવા માટે કમર કસી છે. કંપનીએ કહ્યું કે, તે ટેલીનોન (ઇન્ડિયા) કોમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડને ખરીદશે. તેનાથી 1800 MHz બેન્ડમાં એરટેલનું વર્ચસ્વ વધશે. જોકે આ ડીલની રકમ અંગે હાલમાં કોઈ ખુલાસો કંપનીએ કર્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -