ફેસબુક બાદ ભારતમાં ફ્રી ઇન્ટરનેટ સર્વિસ આપશે અલીબાબા, ટેલીકોમ કંપનીઓ અને વાઈ-ફાઈ પ્રોવાઈડર્સ સાથે વાતચીત ચાલુ
હુઆંગે કહ્યું કે, અમારું માનવું છે કે, ભારતમાં તમામ રાજ્યોમાં કનેક્ટિવિટીની સમસ્યા નથી. માટે અમે એવા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીશું જ્યાં કનેક્ટિવિટીની સમસ્યા હોય. અમે સૌથી પહેલા હાલના ગ્રાહકોની જરૂરિયાતનું વિશ્લેષણ કરશું જેને આ સેવાની જરૂર છે.
અલીબાબા પોતાના પ્લાન પર કામ કરી રહી રહ્યું છે. આ સંબંધમાં તે અનેક ભાવી ભાગીદારો સાથે વાતચીત કરી રહ્યું છે. ચીનની કંપનીની યોજના નબળી કનેક્ટિવિટીવાળા રાજ્યોમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાની છે.
અલીબાબાના પ્રેસિડન્ટ (મોબાઈલ બિઝનેસ ઓવરસીસ) જેક હુઆંગે બિઝનેસ ઇનસાઇડર ઇન્ડિયાને જણાવ્યું કે, અમે એવી તક વિશે જરૂર વિચારશું જેમાં અમે સર્વિસ પ્રોવાઈડર અથવા વાઈફાઈ પ્રોવાઈડરની સાથે મળીને કામ કરવાની તક મળશે. અમારો પ્રયત્ન યૂઝર માટે ડેટાની કિંમત ઓછી કરવાનો હશે અને કનેક્ટિવિટી પણ પહેલાની તુલનામાં સારી હશે. વાઈફાઈ પ્રોવાઈડર સાથે પણ અમારી વાતચીત થઈ રહી છે.
જોકે ભારતમાં ફ્રી ઇન્ટરનેટ આપવું કંપની માટે એટલું સરળ નહીં હોય. આ પહેલા ફેસબુકે Internet.org અને ફ્રી બેસિક્સ પ્રોજેક્ટ દ્વારા પણ કંઇક આવું જ કવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ નેટ નિરપેક્ષતાના સિદ્ધાતોને કારણે ફેસબુકે યોજના બંધ કરવી પડી હતી.
નવી દિલ્હીઃ ફેસબુક બાદ ચીનની ઇન્ટરનેટ કંપની અલીબાબા ભારતમાં ટૂંકમાં જ ફ્રી ઇન્ટરનેટ સર્વિસ આપી શકે છે. એક અહેવાલ અનુસાર અલીબાબ દેશભરમાં ફ્રી ઇન્ટરનેટ આપવા માટે ટેલીકોમ કંપનીઓ અને વાઈફાઈ પ્રોવાઈડર્સ સાથે વાતચીત કરી રહ્યું છે.