10 રૂપિયાની નવી નોટમાં આ હશે ફીચર્સ, જાણો વિગતે
હાલ 10 રૂપિયાની જે નવી નોટ ચલણમાં છે તેમાં અંતિમ ફેરફાર વર્ષ 2005માં કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App10 રૂપિયાની નવી નોટની પાછળની સાઇડના ફીચર્સઃ (1) નોટ છપાયાનું વર્ષ એકદમ જમણી તરફ લખેલું હશે. (2) સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન હશે. (3) લેંગ્વેજ પેનલ હશે. (4) કોણાર્કના સૂર્ય મંદિરની તસવીર (5) દેવનાગરી લિપિમાં 10 રૂપિયા લખેલું હશે.
10 રૂપિયાની નોટમાં હશે આ નવા ફીચરઃ (1) આરપાર જોઈ શકાશે 10નો અંક. (2) 10 રૂપિયાની નોટ પર દેવનાગરીમાં લખેલો હશે 10નો અંક. (3) નોટની વચ્ચે મહાત્મા ગાંધીનું પોટ્રેટ. (4) માઇક્રો લેટર્સમાં ‘RBI’, ‘ભારત’, ‘INDIA’, ‘10’ લખેલું હશે (5) નોટની વચ્ચે સિક્યોરિટી થ્રેડ પર ભારત અને RBI લખેલું હશે. (6) ગેરંટી ક્લોઝ, ગર્વનર ઉર્જિત પટેલના હસ્તાભર અને પ્રોમિસ ક્લોઝ, મહાત્મા ગાંધીના પોટ્રેટની જમણી બાજુ આરબીઆઈનું ચિહ્ન. (7)નોટની સીધી તરફ અશોક ચક્રનું ચિન્હ (8) મહાત્મા ગાંધીનું પોટ્રેટ અને ઇલેક્ટ્રોટાઇપ 10નું વોટરમાર્ક (9) નંબર પેનલ જેના પર ડાબીથી જમણી બાજુ ચઢતા ક્રમમાં નોટનો નંબર લખેલો હશે.
નવી બેંક નોટની સાઇઝ 65mmX23mm છે. નવી નોટ આવ્યા બાદ પણ અગાઉની 10 રૂપિયાની નોટ અને સિક્કા પણ ચલણમાં રહેશે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) જલદી 10 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ પહેલા આરબીઆઈ 50, 200, 500 અને 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડી ચુક્યું છે. 10 રૂપિયાની નવી નોટનો રંગ ચોકલેટ બ્રાઉન હશે. તેના પાછળના ભાગ પર કોણાર્કના સૂર્ય મંદિરની તસવીર હશે. મહાત્મા ગાંધી સીરિઝની નવી નોટની સાથે 10 રૂપિયાની જૂની નોટ પણ ચલણમાં રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -