એમેઝોન ઇન્ડિયા ટૂંકમાં જ શરૂ કરશે પોતાની મોબાઈલ વોલેટ સેવા, RBIએ આપી મંજૂરી
એમેઝોને વિતેલા વર્ષે ડિસેમ્બરમાં પોતાની પે બેલન્સ સર્વિસ ટૂ કેશને લોન્ચ કરી હતી. એમેઝોન પેનું સંચાલન ગિફ્ટ કાર્ડ આપતી ક્વિકકિલ્વરને જારી કરવામાં આવેલ પીપીઆઈ લાઈસન્સ પર થઈ રહ્યું છે, જેમાં એમેઝોને 2014માં રોકાણ કર્યું હતું. હવે આ પ્રીપેઈડ વોલેટ સર્વિસ પણ લોન્ચ કરી શકે છે જેથી તે પેટીએમ અને સ્નેપડીલના મોબાઈલ વોલેટ સાથે પ્રતિસ્પર્ધા કરી શકે, જે અન્ય મર્ચન્ટ્સનો પણ સ્વીકાર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મંજૂરી અમેરિકાની આ કંપનીને ભારતમાં ઝડપથી ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પ્રવેશ કરવામાં મદદ કરશે. એમેઝોન ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, આરબીઆઈ તરફથી તેને પીપીઆઈ લાઈસન્સ મળવા પર ખુશ છે. અમારું સંપૂર્ણ ધ્યાન ગ્રાહકોને સુવિધાજનક અને વિશ્વસનીય કેશલેસ પેમેન્ટ અનુભવ આપવા પર છે.
નવી દિલ્હીઃ ઓનલાઈન માર્કેટપ્લેસ એમેઝોન ઇન્ડિયાએ દેશમાં પ્રીપેઈડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ) અથવા મોબાઈલ વોલેટ શર કરવા માટે લાઈસન્સ મેળવ્યું છે. એમેઝોન પોતાના પ્રતિસ્પર્ધી સ્નેપડીલ અને પેટીએમ સાથે હવે વધારે આક્રમક રીતે પ્રતિસ્પર્ધા કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -