✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Googleને પછાડી આ કંપની બની અમેરિકાની બીજી સૌથી મોટી કંપની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 09:41 PM (IST)
1

સીઈઓ જેફ બેજોસનું નેટ વર્થ 130 બિલિયન ડોલર છે. સતત ત્રણ ગૂગલના સ્ટૉક ઘટવાથી અને એમેઝોનના માર્કેટ સ્ટૉકમાં ઉછાળાના કારણે આલ્ફાબેટ નીચે ખસી ગઈ છે.

2

નવી દિલ્લી: ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમઝોને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને પાછળ છોડી દીધી છે. હવે એમેઝોન અમેરિકાની બીજી સૌથી વધુ વેલ્યૂ ધરાવતી કંપની બની ગઈ છે. પ્રથમ ક્રમાંક પર એપલ કંપની છે અને એમેઝોન માટે એપલ સુધી પહોંચવા માટે ઘણું અંતર બાકી છે.

3

S&P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના રિપોર્ટ પ્રમાણે મંગળવારે એમેઝોનનું માર્કેટ કેપ 768 બિલિયન ડોલર હતું, જ્યારે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 762 બિલિયન ડોલરની સાથે બીજા નંબર પર રહી. નોંધનીય છે કે એપલ 889 બિલિયન ડોલર વેલ્યૂ સાથે ટોપ પર છે.

4

સીએનએ ની રિપોર્ટ પ્રમાણે માર્કેટમાં ગૂગલ સ્ટૉકના ઘટાડાનું કારણ ફેસબુક ડેટા સ્કેડલ પણ છે. કારણ કે સર્ચ વિજ્ઞાપન માર્કેટમાં ગૂગલ પ્રથમ નંબરે છે અને તેની પાસે વીડિયો પ્લેટફોર્મ યૂટ્યૂબ પણ છે.

5

ઉલ્લેખનીય છે કે ગત મહિને એમેઝોને માર્કેટ કેપ મામલે માઇક્રોસૉફ્ટને પણ પાછળ છોડી દીધી હતી. આટલું જ નહીં હાલમાં એમેઝોન સ્ટોકની કિંમત વધી છે જેનાથી કંપનીના સીઈઓ જેફ બેજોસની પર્સનલ વેલ્થ પણ વધી છે અને તે હાલમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. માઈક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ બીજા ક્રમાંક પર આવી ગયા છે.

  • હોમ
  • બિઝનેસ
  • Googleને પછાડી આ કંપની બની અમેરિકાની બીજી સૌથી મોટી કંપની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.