વધુ એક બેન્ક કૌભાંડ, કનિષ્ક જ્વેલર્સે 14 બેન્કોને લગાવ્યો 854 કરોડ રૂપિયાનો ચૂનો
એસબીઆઇ તરફથી લખેલ પત્ર અનુસાર, કનિષ્ક ગોલ્ડે વર્ષ 2007થી લોન લેવાનું શરૂ કર્યુ હતુ અને બાદમાં તેણે પોતાની ક્રેડિટની સીમા વધારી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીબીઆઈએ 14 બેન્કોના કંસોર્ટિયમ સાથે 824.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારી ચેન્નઈ સ્થિત કંપનીના પ્રમોટર ડાયેક્ટર અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે. સીબીઆઇ તે 14 સરકારી અને ખાનગી બેન્કોમાં સામેલ મહત્વપૂર્ણ બેન્ક છે જેને આ કંપનીને 824 કરોડ રૂપિયાની પ્રિંસિપલ લોન આપી છે.
પંજાબ નેશનલ બેન્કમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી તરફથી કરવામાં આવેલ 14,600 કરોડ રૂપિયાનાં કૌભાંડની બૂમ હજૂ સુધી થંભી નથી ત્યાં જ વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. એસબીઆઇની ફરિયાદ છે કે, કનિષ્ક જ્વેલર્સે 854 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. એસબીઆઇ એ કનિષ્ક ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ સીબીઆઇ પાસે તપાસની માંગ કરતા કહ્યું છે કે, આ કંપનીના દેવાનાં મામલામાં 842.15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે.
નવી દિલ્લી: પીએનબી કૌભાંડ બાદ દેશમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. હવે દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેનો શિકાર બની છે. એસબીઆઈએ સીબીઆઈને મોકલેલ ફરિયાદમાં આ કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -