બિલ ગેટ્સને પાછળ છોડીને એમેઝોનના જેફ બેજોસ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ
બેજોસ એવા બિલિયોનર છે કે જેમની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ વધી છે. વર્ષ ભરમાં તેમની સંપત્તિ 24.5 અબજ ડોલર (1.28 લાખ કરોડ રૂપિયા) વધી છે. જ્યારે બિલ ગેટ્સની સંપત્તિ માત્ર 8.5 અબજ ડોલર જ વધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુવારે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ ખુલવાની સાથે શેર 1.3 ટકા વધીને 1,065 ડોલર પર ખુલ્યો હતો. તેના પગલે બેજોસની કુલ નેટવર્થ 90.9 અબજ ડોલરને પાર કરી ગઇ હતી. જ્યારે બિલ ગેટ્સની કુલ નેટવર્થ 90.7 અબજ ડોલર રહી છે. આ સાથે બેજોસ વિશ્વના સૌથી અમીર શખ્સ બન્યા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્શન અનુસાર, બિલ ગેટ્સ મે 2013થી દુનિયાના સૌથી ધનિક રહ્યા હતા.
ન્યૂયોર્કઃ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ ગુરુવારે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અમેરિકન ટેક્નોલોજી કંપનીના શેરમાં આવેલ ઉછાળા બાદ તેઓ આ સ્થાન પર પહોંચ્યા છે. આ વાત ફોર્બ્સ મેગેઝીને જણાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -