4 મહિનામાં જ 2000ની નોટનું છાપકામ થયું બંધ, 5 મહિનાથી નથી છપાઈ એક પણ નોટ
આ મુશ્કેલીને દુર કરવા માટે સરકાર 200 રૂપિયાની નોટ ઉતારવા જઈ રહી છે. ઉપરાંત સરકાર દેશભરમાં ડિજિટલ લેવડ દેવડને પણ પ્રોત્સાહન આપવા માગે છે અને આ જા કારણ છે કે 2000ની નોટનું છાપકામ રોકવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે રિઝર્વ બેંક રોકડની અછતને દૂર કરવા માટે ટૂંકમાં જ 200 રૂપિયાની નોટ જારી કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર મૈસૂરમાં રિઝર્વ બેંકના પ્રિન્ટિંગ પ્રેસમાં 200 રૂપિયાની નોટનું છાપકામ શરૂ થઈ ગયું છે. સૂત્રો અનુસાર સ્વતંત્રતા દિવસના અવસર પર દેશવાસીઓને 200 રૂપિયાની નોટ જોવા મળી શકે છે.
સરકારે 2000 રૂપિયાની નોટનું છાપકામ બંધ જરૂર કર્યું છે પરંતુ જે નોટ પહેલેથી જ બજારમાં ચાલી રહી છે તેના પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથીલાગ્યો અને તેનું ચલણ પહેલાની જેમ જ ચાલું છે. હાલમાં માર્કેટમાં 2000 રૂપિયાની નોટોની અછતને કારણે કારોબારીઓ અને ગ્રાહકોને રોકડ લેવડ દેવડમાં મુશ્કેલી થઈ રહી છે.
નવી દિલ્હીઃ માર્કેટમાં 2000 રૂપિયાની નોટોની જે અછત થઈ રહી છે તેનું કારણ હવે સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર છેલ્લા 5 મહિનાથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. એટલે કે ભારતીય રિઝર્વ બેંકે આ નોટ લોન્ચ કર્યા બાદ માત્ર 4 મહિના સુધી નોટ છાપી હતી, ત્યારે બજારમાં ઝડપતી આ નોટનું સર્કુલેશન ઝડપથી વધવા લાગ્યું કે તરત જ બેંકે તેનું છાપકામ બંધ કરી દીધું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી અને તે સમયે 2000ની નોટો બજારમાં ઉતારવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -