નિસાને ક્રેટાને ટક્કર આપવા ભારતમાં લોન્ચ કરી નવી SUV, જાણો કિંમત અને કેટલી આપશે માઇલેજ
નવી દિલ્હીઃ નિસાને ભારતમાં આતુરતાથી જેની રાહ જોવાતી હતી તે SUV કિક્સ (Kicks) લોન્ચ કરી દીધી છે. જેની પ્રારંભિક કિંમત 9.55 લાખથી 14.65 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નિસાનની આ નવી એસયુવી હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપશે.
એસયુવીના ટોપ વેરિયરન્ટ XV Pre-Optionમાં 360 ડિગ્રી કેમેરો, એન્ડ્રોઇડ ઓટો તથા એપલ કારપ્લેની સાથે 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટેલીમેટિક્સ સ્માર્ટવોચ, સ્ટીયરિંગ માઉન્ડેટ કન્ટ્રોલ્સ, રૂફ માટે ઓપ્શનલ કોન્ટ્રાસ્ટ ફિનિશ, એલઈડી હેડલેમ્પ્સ, લેધર ફિનિશ અપહોલ્સ્ટ્રી, ક્રૂઝ કંટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ, ઓટોમેટિક હેડલેમ્પ્સ અને વાઇપર્સ જેવા ફીચર્સ સામેલ છે. આ ઉપરાંત ડ્યૂલ ફ્રન્ટ એરબેગ્સ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, રિયર ફોગ લેમ્પ્સ જેવા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
નિસાન કિક્સનું પેટ્રોલ વેરિયન્ટ 14.23 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપશે. જ્યારે ડીઝલ વેરિયન્ટનું બેસ મોડલ 20.45 કિલોમીટર પ્રતિ લીટર અને ટોર વેરિયન્ટ 19.39 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપશે.
કિક્સ એસયુવીને પેટ્રોલ અને ડીઝલ એમ બંને એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. 1.5 લીટર પેટ્રોલ એન્જિન 106hp પાવર અને 142Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 1.5 લીટર ડીઝલ એન્જિન 110hp પાવર અને 240Nmનો ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને ડીઝલ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલર ગિયરબોક્સથી લેસ છે. પેટ્રોલ એન્જિન બે વેરિયન્ટમાં અને ડીઝલ એન્જિન ચાર વેરિયન્ટમાં મળશે.
નિસાન ક્કિસને XL, XV, XV Premium અને XV Premium+ એમ ચાર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. નિસાનના આ ભારતીય મોડલ તેના ઈન્ટરનેશનલ મોડલથી મોટા છે. તેના બેસ વેરિયન્ટમાં છ બાજુ એડજસ્ટ થઈ શકતી ડ્રાઇવર સીટ, એલઈડી ડીઆરએલ, પાવર વિંડો, ઈન્ટીગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સની સાથે પાવર એડજસ્ટેબલ વિંગ મિરર્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ રિયર એસી વેંટ્સ અને ચાર સ્પીકર્સની સાથે ઓડિયો સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.