દેવાના ડુંગર તળે દબાયેલા અંબાણીએ ખાલી કર્યું હેડ ક્વાર્ટર, નવી જગ્યાએથી શરૂ કરશે કામ, જાણો વિગત
રિલાયન્સ ગ્રુપની ફ્લેગશિપ રિલાયન્સ કમ્યૂનિકેશનમો 51 ટકા હિસ્સો તેના ઋણદાતાનો આપવાની ઓફર કરી છે. આ ઉપરાંત કંપનીએ બાકી રહેલું 27,000 કરોડ રૂપિયાનું ઋણ ચૂકવવા માટે તેના સ્કેપક્ટ્રમ વેચીને 17,000 કરોડ રૂપિયા ભેગા કરશે. આ ઉપરાંત રિલાયન્સ ગ્રુપ દેશભરમાં ફેલાયેલા રિયલ એસ્ટેસ બિઝનેસને 10,000 કરોડ રૂપિયામાં વેચવા જઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની અને પુત્ર સાથે અનિલ અંબાણી
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મવિભૂષણ એવોર્ડ સ્વીકારતી વખતે એકઠો થયેલો સમગ્ર અંબાણી પરિવાર
બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થળનું ભાડું પ્રતિ મહિને 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે, તેથી રિલાયન્સ ગ્રુપ આ જગ્યાને ભાડે પણ આપી શકે છે.
માતા કોકિલાબેન સાથે એક પ્રસંગમાં વાત કરતા અનિલ અંબાણી
છેલ્લા થોડા વર્ષોથી રિલાયન્સ ગ્રુપની બલાર્ડ એસ્ટેટ ઓફિસનો ઉપયોગ બોર્ડ મીટિંગ કે પ્રેસ કોન્ફરન્સ જેવા મહત્વના મોકા પર જ કરવામાં આવતો હતો. કંપની રિલાયન્સ સેન્ટરના 6000 વર્ગફૂટમાં ફેલાયેલા ત્રણ ફ્લોર પર તેનું નિયંત્રણ ચાલુ રાખશે.
રિલાયન્સ ગ્રુપના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વ્યાવહારિક કારણોથી ગ્રુપની કોર્પોરેટ ઓફિસ સાંતાક્રૂઝ શિફ્ટ કરી દેવામાં આવી છે. અનિલ અંબાણી સહિત ટોચનું મેનેજમેન્ટ અહીં બેસશે. તેથી દક્ષિણ મુંબઈની ઓફિસમાં બેસવાનો કોઈ મતલબ નહોતો.
મુંબઈઃ નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ગ્રુપે બલાર્ડ એસ્ટેટ સ્થિત તેના હેડ ક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને ખાલી કરી દીધું છે. અહેવાલ મુજબ દેવું ઓછું કરવા માટે પોતાની સંપત્તિ વેચવા જઈ રહેલા આ ઔદ્યોગિક ગૃહે હેડક્વાર્ટરને સાંતાક્રૂઝ સ્થિત ઓફિસમાંથી ચલાવવાનો નિર્ણય કર્યો છે.
રિલાયન્સ ગ્રુપ પર આશરે 60,000 કરોડ રૂપિયાનું દેવું છે. ચાલુ વર્ષે માર્ચમાં ગ્રુપે મુંબઈમાં તેનો પાવર ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અદાણી ગ્રુપને 18,800 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -