Marutiએ લૉન્ચ કર્યું Ertigaનું નવું મૉડલ, ક્લિક કરી જાણો શું છે ખાસ
અર્ટિગા લિમિટેડ એડિશનમાં સમાન 1.4 લીટર k સીરીઝ પેટ્રોલ એન્જિન અને ટેસ્ટેડ 1.3 લીટર DdiS ડીઝલ મોટર લગાવેલા છે. પેટ્રોલ એન્જિન આશરે 94 બીએચપી પાવર અને 130 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 89 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલ દેખાવમાં મોટા ભાગે સ્ટાન્ડર્ડ વર્ઝન જેવી છે. જોકે, તેમાં કેટલાક ફેરફારો જરૂર કરવામાં આવ્યા છે. જેમ કે ફોગલેમ્પ માટે ગાર્નિશ ક્રોમ, સ્ટીલ વ્હીલ્સના સ્થાને ટવીન 5 સ્પોક એલોય વ્હીલ્સ, રીયર રૂફ માઉન્ટેડ સ્પોયલર અને ટેલગેટ પર લિમિટેડ એડિશનની બેગ છે. અર્ટિગાના આ મોડલને ત્રણ બોડી કલર ઓપ્શન- Exquisite Maroon, Silky Silver અને Superior White સાથે રજૂ કરવામાં આવી છે.
મારુતિ સુઝુકીએ નવી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલને ભારતમાં લૉન્ચ કર્યુ છે જે માત્ર મિડ-વેરિઅન્ટ્સ VXI અને VDI ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. આ કારમાં થોડા નવા લૂક, એલોય વ્હીલ્સ અને નવા ટોન ઇન્ટિરીયરને ચેન્જ કરવામાં આવ્યા છે.
રાજધાની દિલ્હીમાં આના પેટ્રૉલ વર્ઝનની એક્સ-શૉરૂમ કિંમત 7.80 લાખ રૂપિયા અને ડિઝલ વેરિએન્ટની કિંમત 9.71 લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ અર્ટિગા (Maruti Ertiga)નં નવુ મૉડલ લૉન્ચ કર્યું છે. કંપનીએ કારની લિમિટેડ એડિશન લૉન્ચ કરી છે. પેટ્રૉલ અને ડિઝૉલ એન્જિન બન્ને વેરિએન્ટમાં અગાઉની અર્ટિગાથી નવા મૉડલના એક્સટીરિયરમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -