આ અમદાવાદી મહિલા બન્યાં દેના બેંકનાં ચેરમેન, જાણો વિગત
ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ દેના બેન્ક માટે અંજલિ બંસલ, પંજાબ એન્ડ સિંધ બેન્ક માટે ચરણસિંઘ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માટે તપન રોયની નોન-એક્ઝિક્યુટિવ ચેરપર્સન તરીકે 24 મેના રોજ નિમણૂંક કરી હતી. ફાઇનાન્સ સર્વિસીસ સેક્રેટરી રાજીવ કુમારે ટવીટ કરીને જણાવ્યું હતું કે, બેન્કિંગ રીફોર્મ્સના ભાગરૂપે તથા બેન્ક્સ બોર્ડ બ્યુરોની ભલામણના પર આ નિમણુક કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નાણાં મંત્રાલયને પંજાબ એન્ડ સિંધ બેંક, દેના બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોન એક્ઝીક્યૂટિવ ચેરમેનની નિમણૂંક કરી છે. નોંધનીય છે કે દેના બેંકના નોન એક્ઝીક્યૂટિવ ચેરમેન તરીકે અંજલી બંસલની નિમણૂંક થઈ છે જે અમદાવાદી છે. તાજેતરમાં આરબીઆઈએ દેના બેંકની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોન આપવાની સત્તા પર કાપ મૂક્યો હતો.
અંજલી બંસલને 2011માં ઇન્ડિયા ટુડે દ્વારા મોસ્ટ પાવરફૂલ વિમેન ઇન બિઝનેસ ઇન ઇન્ડિયા અને 2013માં બિઝનેસ ટુડે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંજલી બંસલ આ પહેલા TGP પ્રાઇવેટ ઇક્વિટીમાં ગ્લોબલ પાર્ટનર અને MD રહી ચૂક્યાં છે. આ પહેલા તેઓ ઇસરો અને મેકકિન્સે એન્ડ કંપનીમાં ન્યુયોર્ક અને મુંબઇમાં સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ તરીકે પણ કામગીરી કરેલી છે.
તેઓ Spencer Stuart's India practiceના ફાઉન્ડર છે અને તેને તેમણે સફળતાપૂર્વક સમગ્ર ભારતમાં પ્રતિષ્ઠિત બનાવી. તેમણે એશિયા પેસિફિક બોર્ડના ગ્લોબલ પાર્ટનર અને સીઇઓ તરીકે પણ કામ કર્યું છે.
અંજલી બંસલ હાલમાં મુંબઈમાં રહે છે અને તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની સ્નાતક ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ કોલંબિયા યુનિવર્સિટીથી ઇન્ટરનેશનલ અફેર્સમાં એમએ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -