પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPGમાં ભાવ વધારો, સબસિડીવાળું સિલિન્ડર 2.34 રૂપિયા મોંઘું થયું
નોંધનીય છે કે, સરકાર વર્ષમાં 12 સિલિન્ડર સબસિડી સાથે આપે છે. એવામાં જો તમે એક વર્ષમાં 12 વધારે સિલિન્ડરનો ઉપયોગ કરો તો તમારે 13 સિલિન્ડરની ખરીદી પર સબસિડી નહીં મળે અને બજાર કિંમત ચૂકવવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં હોટલ અને રેસ્ટોરાંમાં ઉપયોગમાં લેવાનાર સિલિન્ડર 77 રૂપિયા મોંઘું થઈને હવે 1244.50 રૂપિયા થઈ ગયું છે. એટલે કે તમે ઘરે ખાવ કે બહાર ખાવ, બન્ને રીતે તમારે મોંઘવારીનો માર સહન કરવો પડશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં સબસિડીવા વગરનું સિલિન્ડર 698.50 રૂપિયા, કોલકાતામાં 723.50 રૂપિયા, મુંબઈમાં 671.50 રૂપિયા અને ચેન્નઈમાં 721.50 રૂપિયામાં મળી રહ્યું છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં સબસિડીવાળું સિલિન્ડર 493.55 રૂપિયા, કોલકાતામાં 496.65 રૂપિયા, મુંબઈમાં 491.31 રૂપિયા અને ચેન્નઈમાં 481.84 રૂપિયામાં મળી રહ્યું છે.
નવી દિલ્હીઃ મોંઘવારીના મોરચે સરકારે લોકોને વધુ એક ફટકો આપ્યો છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડીવાળું સિલિન્ડર 2.34 રપિયા અને સબસિડી વગરનું સિલિન્ડર 48 રૂપિયા મોંઘું થયું છે. જણાવીએ કે સિલિન્ડર ઉરાંત મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. આમ લોકોને બન્ને બાજુ મોંઘવારી ડબલ માર પડી રહ્યો છે.
કિંમતમાં વધારા બાદ હવે રાજધાની દિલ્હીમાં સબસિડીવાળું સિલિન્ડર 493.55 રૂપિયામાં મળશે જ્યારે સબસિડી વગરનું સિલિન્ડર 698.50 રૂપિયામાં મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -