એપલ 25 હજારમાં બનતા ફોન વેચે છે 1 લાખમાં, ઉંચી નફાખોરીના જોરે 3 માસમાં જ 1300 અબજનો નફો, જાણો વિગત
એપલ કંપનીએ ૨૦૧૭ના છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ અબજ ડોલર (એટલે કે રૂપિયા ૧૨૮૩ અબજ)નો નફો નોંધાવ્યો છે. એપલના ઈતિહાસનો આ સૌથી મોટો નફો છે. આ ગાળામાં કંપનીની આવક ૮૮.૩ અબજ ડોલર (૫૬૬૩.૭૮ અબજ રૂપિયા) થઇ હતી. ખાસ વાત તો એ છે કે, આઈફોનનું વેચાણ ઘટવા છતાં એપલની આવક વિક્રમજનક રીતે વધી છે. કંપનીએ પોતાની આગેકૂચ કોઈ રીતે અટકવા દીધી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેકનોલૉજીની દુનિયામાં નંબર વનની પૉઝિશનમાં રહેલી એપલે માત્ર ત્રણ મહિનામાં જ જબરદસ્ત 1300 અબજનો નફો રળી દીધો છે. આની પાછળ કંપનીની નફાની સ્ટ્રેટેજી કામ કરી રહી છે. કહેવાય છે કે, એપલ 25 હજારમાં બનતો આઇફોન 1 લાખ રૂપિયામાં વેચે છે, જે ઉંચા નફાખોરીનું પ્રમાણ છે.
એપલની કુલ સંપત્તિ વધીને ૨૮૫.૧ અબજ (૧૮૨૮૭ અબજ રૃપિયા)ના રેકોર્ડ આંકડે પહોંચી છે. દુનિયાના ઘણા દેશોની કુલ સંપત્તિ કરતા એપલની સંપત્તિ વધારે છે. એપલે ગયા વર્ષે આઈફોન-એક્સ ફોન રિલીઝ કર્યો હતો. એ ફોનની કિંમત ૯૯૯ ડોલરથી માંડીને ૧૫૦૦ ડોલર સુધીની હતી. જોકે આ ફોન એપલની અપેક્ષા પ્રમાણે વેચાયા ન હતા.
ટેકનોલૉજી જાયન્ટ એપલે ૨૦૧૭ના છેલ્લા ત્રણ માસમાં ઇતિહાસ રચ્યો છે. આઈફોનનું વેચાણ ઘટ્યું હોવા છતાં એપલની આગેકૂચ યથાવત રહી છે. જે નફા પાછળનું ઉંચી કિંમતોનું કારણ જવાબદાર છે.
૨૦૧૭ના છેલ્લા ૩ માસમાં એપલે કુલ વિવિધ પ્રકારના ૭.૭૩ કરોડ આઈફોન વેચ્યા હતા. બીજીબાજુ તરફ કંપનીની અપેક્ષા ૭.૮૩ કરોડ ફોન વેચવાની હતી. કંપનીએ એટલા ફોન બનાવ્યા પણ હતા, પરંતુ બધા વેચી શકાયા નથી. એપલની કુલ આવકમાંથી ૭૦ ટકા આવક એકલા આઈફોનના વેચાણથી નોંધાઈ છે.
એપલના આઈફોન વેચાણમાં ભારતના ગ્રાહકોનો મોટો ફાળો રહ્યો હતો. કેમકે ભારતમાં એપલના ફોનનું વેચાણ આ ગાળામાં વીસેક ટકા જેટલું વધ્યુ હતુ. એપલના નફા પાછળનું મુખ્ય કારણ ઊંચી કિંમત, ઓછો ઉત્પાદન ખર્ચ રહ્યાં છે. એપલે જે ફોન માર્કેટમાં ૧૫૦૦ ડોલર સુધીની કિંમતે વેચ્યા એ ફોન મહત્તમ ૪૦૦ ડોલરમાં તૈયાર થયા હતા. એટલે કે કંપનીએ ફોન દીઠ ડબલ કરતા પણ વધુ ભાવ લીધો હતો.
v
એપલની કુલ સંપતિ દુનિયાના કેટલાક દેશોની તિજોરી કરતાં પણ વધારે છે, જોકે, આ કડીમાં આલ્ફાબેટ (ગૂગલ) અને એમેઝોને પણ ઇતિહાસ રચ્યો છે. તેમને પણ જબરદસ્ત નફો રળ્યો છે. આ ત્રણેય કંપનીઓએ મળીને છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧૮૫૮ અબજ રૂપિયાનો પ્રૉફિટ કર્યો છે. ગઇકાલે 3જી ફેબ્રુઆરીએ અમેરિકામાં વર્ષ ૨૦૧૭ના છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા હતા. જેમાં ટેક કંપનીઓએ બાજી મારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -