દેશમાં ટૂંકમાં શરૂ થશે પ્લાસ્ટિકની નોટ, સરકારે RBIને 10 રૂપિયાની નોટ છાપવાની આપી મંજૂરી
મેધવાલે કહ્યું કે, પ્લાસ્ટિક નોટનું સરેરાશ આયુષ્ય પાંચ વર્ષ છે અને તેની નકલ કરવી મુશ્કલે છે. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિકથી તૈયાર થયેલ નોટ પેપર નોટની તુલનામાં વધારે સ્વચ્છ હોય છે. આ પ્રકારની નોટ નકલી ચલણ રોકવા માટે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા સરકારે ફેબ્રુઆરી 2014માં 10 રૂપિયા મૂલ્યની પ્લાસ્ટિક નોટના ફીલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી હતી. ટ્રાયલ માટે પાંચ શહેરની પસંદગી તેના ભૌગોલિક અને જળવાયુ વિવિધતાના આધારે કરવામાં આવીછે. ફીલ્ડ ટ્રાયલ માટે પસંદ કરવામાં આવેલ શહેરમાં કોચિ, મૈસૂર, જયપુર, શિમલા અને ભુવનેશ્વર છે.
તેમણે કહ્યું કે, કોટન સબ્સટ્રેટ બેંક નોટ્સની તુલનામાં પ્લાસ્ટિક નોટ્સનું આયુષ્ય લાંબું હોય છે. અનેક વર્ષો સુધી વિશ્વભરની કેન્દ્રીય બેંક બેંકનોટ્સનું આયુષ્ય વધારવા માટે પ્લાસ્ટિક નોટ્સ જેવા જુદા જુદા વિકલ્પોની શોધમાં લાગ્યા છે. રિઝર્વ બેંક ફીલ્ડ ટ્રાયલ બાદ પ્લાસ્ટિક કરન્સી નોટ દેશભરમાં લોન્ચ કરશે.
લોકસભામાં એક લેખીત જવાબમાં નાણાં રાજ્ય પ્રધાન અર્જુન રામ મેધવાલે કહ્યું કે, સરકારે દેશમાં પાંચ સ્થળ પર પ્લાસ્ટિક બેંક નોટન્સના ફીલ્ડ ટ્રાયલ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક સબ્સટ્રેટ ખરીદવાની મંજૂરી આપવામાં આવીછે અને આરબીઆઈને 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ છાપવાની મંજૂરી આપવા બાબતે જણાવવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નવી નોટ રજૂ કર્યા બાદ હવે સરકારની યોજના દેશમાં ટૂમકાં જ પ્લાસ્ટિકની નોટ શરૂ કરવાની છે. સરકારે શુક્રવારે રિઝર્લ બેંક ઓફ ઇન્ડિયાને 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટના ફીલ્ડ ટ્રાયલ કરવા માટે મંજૂરી આપી છે, જેનું લાંબું આયુષ્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -