આ પ્રક્રિયા પૂરી નહીં કરવા પર 31 માર્ચ બાદ બચત ખાતાધારકોને પડશે મુશ્કેલી, જાણો
રવિશંકરે જણાવ્યું હતું કે, સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવાની સાથે જ પરસ્પર રીતે ડિજિટલ સુરક્ષાની દૃષ્ટિથી પણ તમામ જરૂરી સાયબર સિક્યોરિટી પગલા લેવામાં આવી રહ્યા છે. આઈટી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર અંદાજે 35 ટકા બેંક ખાતા આજે પણ આધાર કાર્ડ સાથે જોડાયેલ નથી, જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પેમેન્ટમાં અવરોધરૂપ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ નવા નિર્ણયથી દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને લઈને જાગરૂકતા વધશે. તેની સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં પણ ઉછાળો આવશે. તમને જણાવીએ કે, રવિશંકર પ્રસાદે ડિજિટલ પેમેન્ટ્સની સાથે જોડાયેલ અનેક મુદ્દાને લઈને રિવ્યૂ મીટિંગની અધ્યક્ષતા કરી રહ્યા હતા.
અગાઉ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક મળી. આ બેઠકમાં પ્રસાદે કહ્યું હતું કે, તમામ ખાતાને બેન્કિંગ સાથે જોડવા પર ડિજિટલ પેમેન્ટ સેટઅપને આગળ વધાવવામાં મદદ મળશે.
કેન્દ્ર સરકારના નિર્દેશો અનુસાર હવે બચત ખાતાને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે જોડવા જરૂરી કરવામાં આવ્યા છે. જે બચત ખાતા સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર રજિસ્ટર નહીં હોય તે ખાતાધારકોને 31 માર્ચ બાદ ખાતું ઓપરેટ કરવામાં અસુવિધા થઈ શકે છે.
નવી દિલ્હીઃ બેંકમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર રજિસ્ટર ન કરાવવા પર બચત ખાતાધારકોને 31 માર્ચ બાદ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ અંગે કેન્દ્ર સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવ્યા છે. ખાતાધારકોને કહેવામાં આવ્યું છે કે, 31 માર્ચ સુધી આ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -