વિજય માલ્યાને મળવા પર જેટલીએ કર્યો ખુલાસો- ક્યાં અને કેવી રીતે મળ્યા હતા...
જેટલીએ કહ્યું કે, માલ્યાના હાથમાં કેટલાક ડોક્યુમેન્ટ પણ હતા જે તેણે લીધા નહીં કારણ કે તેની વાતોથી રાજ્યસભાના વિશેષાધિકારોના દુરુપયોગોની આશંકા હતી. સાથે જ, બેંકોનાના દેવા સાથે જોડાયેલ તેના કારોબારી હિતને જોતા તેને અપોઈન્ટમેન્ટ આપવાનો સવાલ જ ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભાગેડુ વિજય માલ્યાએ આજે મોટો દાવો કર્યો હતો કે, હું ભારત છોડતા અગાઉ નાણા મંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટની અદાલત બહાર તેમણે જણાવ્યું હતું કે, હું આખા મામલાના ઉકેલ માટે ભારત છોડતા અગાઉ નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. બેન્કોના કરોડોની લોનને ચૂકવવા માટે હું તૈયાર હતો પરંતુ બેન્કોએ મારા સેટલમેન્ટને લઇને સવાલો ઉભા કર્યા હતા. માલ્યાના આ દાવા બાદ ખુદ જેટલીએ આ મામલે નિવેદન જારી કરવું પડ્યું છે.
જેટલીએ માલ્યાના નિવેદનને તથ્યાત્મક રીતે ખોટું અને સત્યથી વેગળું ગણાવ્યું છે. જેટલીએ કહ્યું કે, 2014 બાદથી તેણે માલ્યાને કોઈપણ એપોઈન્ટમેન્ટ આપી નથી, માટે મળવાનો તો કોઈ જ સવાલ ઉભો નથી થતો. જેટલીએ કહ્યું હતું કે, રાજ્યસભા સભ્ય હોવાને નાતે હું જ્યારે સંસદમાંથી નીકળી મારી ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે માલ્યાએ એક વખત મને મળવાનો પ્રયત્ન કર્યો હતો.
જેટલીએ કહ્યું કે, મને મળવા માટે તે ઝડપથી આગળ આવ્યા અને કહ્યું, હું આ કેસનો નિવેડો લાવવા માટે એક ઓફર મુકી રહ્યો છું. માલ્યાના ખોટા પ્રસ્તાવોને જોતા હું તેની કોઈપણ વાત માટે રાજી ન થયો અને કહ્યું કે, આ મુદ્દે મારી સાથે વાત કરવાના બદલે સારું રહેશે કે બેંકો સાથે વાત કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -