ટાટાએ ભારતમાં નવી કાર કરી લોન્ચ, મારુતિની આ કારને આપશે ટક્કર, જાણો કિંમત અને ફીચર્સ
ટાટા ટિયાગો એનઆરજીનો મુકાબલો હેચબેક સેગમેન્ટની મારુતિ સુઝુકીની સેલેરિયો સાથે થશે. આ બંનેની કિંમત લગભગ સમાન જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાટાના આ મોડલમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સને અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેનાથી કારને રફ એન્ડ ટફ લુક મળે છે. આ કાર 1.2 લીટર પેટ્રોલ અને 1.05 લીટર ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ એન્જિનમાં 84 બીએચપી અને 114 એનએમનો ટોર્ક જનરેટ કરશે, જ્યારે ડીઝલ એન્જિનમાં 69 બીએચપી અને 140 એનએમનો ટોર્ક મળશે. Tiago NRG 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સમાં ઉલબ્ધ છે.
TATA Tiago NRGના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો તેમાં સ્ટાન્ડર્ડ હેચબેકની તુલનામાં વધારે બદલાવ નથી કરવામાં આવ્યો. માત્ર ગિયર બોક્સ લિવર, એરકોન વેન્ટ્સ અને સેન્ટ્રલ કંસોલમાં ઓરેન્જ અને સિલ્વર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Tiago NRGમાં ફ્રન્ટ ગિલ અને એર ડેમ આપવામાં આવ્યું છે. તેની સાથે જ ટ્વીક્ડ હેડલાઇટ, ટેલ લેમ્પ અને ફ્રન્ટ તથા રિયર બમ્પર પર ક્લેડિંગ પણ આપવામાં આવ્યું છે. બમ્પર્સમાં સિલ્વર રંગની ફોક્સ સ્કિડ પ્લેટ્સ પણ આપવામાં આવી છે. જે કારના લુકને વધારે આકર્ષક બનાવે છે. રેગ્યુલર હેચબેકની તુલનામાં TATA Tiago NRGમાં ઈન્ટીગ્રેટેડ ટર્ન સિગ્નલ પણ આપવામાં આવ્યું છે. કારના ઉપરના ભાગનો કલર બ્લેક છે, જે તેને શાનદાર લુક આપે છે.
નવી દિલ્હીઃ ભારતીય કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે Tiago NRG ક્રોસઓવરને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 5.49 લાખ છે. આ કાર ટાટાની જાણીતી હેચબેક કાર ટાટા ટિયાગોનું જ ક્રોસઓવર વર્ઝન છે તેમાં અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -