નોટબંધીની વચ્ચે જેટલીએ આપ્યા ટેક્સમાં રાહતના સંકેત, EMI પણ ઘટશે
આરબીઆઈ હવે નવી નોટનું ટ્રેકિંગ કરશે: મોટા પાયે બ્લેક મની બદલવાની ઘટનાઓ સામે આરબીઆઈ કડક બની છે. તમામ બેન્કોને કરન્સી ચેસ્ટથી નીકળેલી નવી નોટોની મૂવમેન્ટ ટ્રેક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેની રિપોર્ટિંગ સિસ્ટમ તૈયાર કરવા કહેવાયું છે. બેન્ક હવે ઇશ્યૂ થનારી નવી નોટોનું વિવરણ પણ રાખશે. બેન્કોએ 8 નવેમ્બર થી 30 ડિસેમ્બર સુધી બ્રાન્ચ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફુટેજ પણ સંભાળીને રાખવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેટલીએ બ્લેક મની જમા કરાવનારાં લોકોને પણ ચેતવણી આપી છે. કહ્યું, તપાસ એજન્સીઓની નજર રોકડ જમા કરાવનારાં લોકો સામે છે. બેન્કોમાં આવેલી રોકડનો હિસાબ થશે. જેની પર ટેક્સ નથી અપાયો તેની પર હવે વસૂલાશે. તેમણે કહ્યું હતું કે, જીએસટી અને નક્કી મર્યાદાથી વધારે ખર્ચ માટે પાન જરૂરી કરવા પર ચોરી અને ભ્રષઅટાચાર ઘટશે. નાણા મંત્રીએ કહ્યું, કેટલાક લોકોએ ગેરકાયદે રીતે મોટા પ્રમાણમાં રોકડ જમા કરી લીધી છે. તેવા લોકો સિસ્ટમને નુકશાન પહોંચાડી રહ્યા છે. તેમાં કેટલાક બેન્ક કર્મી પણ છે. તેમણે પોતાની કરતૂતોની કીમત ચૂકવવી પડશે.
આ અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે,નોટબંધીને કારણે બ્લેક મની સિસ્ટમમાં આવશે તો ટેક્સ રેવેન્યૂ વધશે અને ડિજિટલ પેમેન્ટ વધશે. તેનાથી સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ટેક્સ દરોને ઘટાડી શકે છે. ઇનકમ અને કોર્પોરેટ ટેક્સ પ્રત્યક્ષ કર છે. સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, વેટ વગેરે પરોક્ષ કરોમાં આવે છે. દરમિયાન બેંગ્લુરુમાંથી 1.50 કરોડનું કાળું નાણું બદલવાના આરોપમાં RBIનો એક અધિકારી ઝડપાયો છે. હૈદરાબાદમાં 53 લાખ, મુંબઈમાં 23 લાખ અને ઉલ્લાસનગરમાં 9.76 લાખની નવી નોટો જપ્ત કરાઈ છે.
નવી દિલ્હીઃ નોટબંધીને લીધે આજે ભલે તમે પરેશાન હોવ પરંતુ આગામી દિવસોમાં તમને ફાયદો થઈ શકે છે. સરકારે સંકેત આપ્યા છે કે, આવનારા સમયમાં લોકો પર ટેક્સનો ભાર ઓછો થઈ શકે છે. તમારા ઈએમઆઈમાં પણ ઘટાડો આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -