હવે રોકડથી લેવડ-દેવડ કરવી પડશે મોંઘી, જાણો સરકારે નીમેલી સમિતિએ શું કરી છે ભલામણો
કમીટીએ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એકટ ર૦૦૭માં ફેરફારો કરવા પણ સુચન કર્યુ છે. તેણે એક દિપાયન ફંડની દરખાસ્ત પણ કરી છે. જે કેશલેસ ટ્રાન્ઝેકશનથી થનારી બચતમાંથી તૈયાર કરાશે. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રાજયો, સરકારી વિભાગો, જીલ્લા અને પંચાયતોને રેન્કીંગ આપી શકાય તેમ છે. રિયલ ટાઇમ ગ્રોથ સેટલમેન્ટ અને એનઇએફટીને કોસ્ટ બેનીફીટ એનેલીસીસ કર્યા બાદ આઉટસોર્સ કરવાનુ પણ સુચન કર્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમીટીએ ડિજીટલ પેમેન્ટને રોકડની જેમ સરળ બનાવવા માટે આધાર અને મોબાઇલ નંબરના વધુ ઉપયોગ ઉપર ભાર મુકયો છે. કમીટીના જણાવ્યા પ્રમાણે મોબાઇલ નંબર અને આધાર બેઇઝડ સંપુર્ણ ઇન્ટર ઓપરેબલ પેમેન્ટસને અગ્રતા આપવી જોઇએ. આ સિવાય કમીટીએ પેમેન્ટના રેગ્યુલેશનને સેન્ટ્રલ બેન્કીંગથી અલગ કરવા સાથે જોડાયેલો એક મહત્વનો ઉપાય પણ બતાવ્યો છે. કમીટીનું કહેવુ છે કે બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સેટલમેન્ટ સિસ્ટમને આરબીઆઇના ઓવરઓલ સ્ટ્રકચરની અંદર સ્વતંત્ર કાનૂન દરજ્જો આપવો જોઇએ અને તેનુ નામ પેમેન્ટ રેગ્યુલીટી બોર્ડ રાખી શકાય તેમ છે. હાલ તે આરબીઆઇની સેન્ટ્રલ બોર્ડની એક સબ કમીટી તરીકે કામ કરે છે.
સરકારે ૮મી નવેમ્બરના રોજ પ૦૦ અને ૧૦૦૦ની જુની નોટોને બંધ કર્યા બાદ સરકાર ઓછા રોકડવાળી ઇકોનોમી ઉપર ભાર મુકી રહી છે. કમીટીએ રોકડના ઉપયોગ માટે ચાર્જ લગાવવા અને રોકડની કોસ્ટને લઇને જાગૃતતા ફેલાવવાની સલાહ આપી છે. કમીટીનું કહેવુ છે કે સામાન્ય ભારતીયની દ્રષ્ટિથી સ્થિતિની સમીક્ષા કરવાની જરૂર છે. આ માટે એ જોવુ પડશે કે ડિજીટલ થવાનુ કયુ કારણ છે અનેક ખામીઓ છતાં રોકડના ઉપયોગથી તુરંત સેટલમેન્ટ થઇ જાય છે અને તેની સાથે ઝીરો ટ્રાન્ઝેકશન કોસ્ટનો ભ્રમ રહે છે.
કમીટીએ સેન્ટ્રલ બેન્કીંગ સ્ટ્રકચરની અંદર એક સ્વતંત્ર મીકેનિઝમ બનાવવાની સાથે જ પેમેન્ટ અને સેટલમેન્ટ કાયદાઓમાં ફેરફારો કરવા પણ સુચન કર્યુ છે. કેશલેસ સોસાયટી તરફ આગળ વધવા માટે કમીટીએ રોકડના ઉપયોગને હત્તોત્સાહીત કરવાની ભલામણ કરી છે.
પુર્વ નાણાકીય સચિવ રતન વટ્ટલના નેતૃત્વ હેઠળની કમીટીએ આ ભલામણ લાગુ કરવા માટે ૩૦થી ૯૦ દિવસની ટાઇમલાઇનનું સુચન કર્યુ છે. કમીટીનું માનવુ છે કે આ ઉપાયોથી દેશમાં રોકડના ઉપયોગમાં અડધો-અડધ ઘટાડો થઇ જશે.
નવી દિલ્હી: આવનારા દિવસોમાં રોકડમાં લેવડ દેવડ કરવી તમને મોંઘી પડી શકે છે. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સુચનો આપવા માટે બનાવવામાં આવેલી એક કમીટીએ આ ભલામણ કરી છે. સાથોસાથ કમીટીએ મોબાઇલ અને આધાર આધારીત સિસ્ટમ થકી પેમેન્ટને સરળ બનાવવા પણ સલાહ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -